Home » photogallery » surat » સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

સુરતમાં 1720 જયારે ગ્રામીણ વિસ્તારમાં  435 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 85451 પર પહોંચી છે

  • 15

    સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

    સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2155 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1720 જયારે ગ્રામીણ વિસ્તારમાં  435 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 85451 પર પહોંચી છે, જયારે આજે 26 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1430 પર પહોંચ્યો છે, તેવામાં આજે 869  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

    કોરોના વાયરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2155 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1720 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 66383  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 435  કેસ સાથે દર્દી સંખ્યા 19068 પર પહોંચી છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

    આજે કોરોના ની સારવાર દરમિયાન 26 લોકોના મોત થયા છે જેમાં 302 મૃત્યુ જિલ્લાના છે અને 1128 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1430 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 642 જ્યારે જિલ્લામાં આજે 227 દર્દીને રજા આપતા, કુલ  869 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 72856 જેમાં શહેર વિસ્તારમાં 56911 જયારે ગ્રામ્ય વિસ્તારના 15945 દર્દી છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

    આજે સેન્ટ્રલ ઝોનમાં 153, વરાછા એ ઝોનમાં 164, વરાછા બી 2 142 , રાંદેર ઝોન 334, કતારગામ ઝોનમાં 227, લીંબાયત ઝોનમાં 180, ઉધના ઝોનમાં 177 અને અથવા ઝોનમાં 343 કેસ નોંધાયા છે. જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : આજે વિક્રમજનક 26 દર્દીનાં કરૂણ મોત, 2155 નવા કેસ, રાંદેર-કતારગામ બેકાબૂ

    જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 115, ઓલપાડ 55, કામરેજ 84, પલસાણા 40, બારડોલી 62, મહુવા 23, માંડવી 26, અને માંગરોળ 27, અને ઉમરપાડા 03 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે. પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES