કિર્તેશ પટેલ, સુરત : આજે દેશભરમાં ગણપતિ બાપ્પાનું ભાવભક્તિ સાથે વિસર્જન (Ganesh Visarjan) કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત શહેરમાં (Surat) એક ઘરમાં 14 કિલો ચોકલેટનાં ગણપતિની (Chocolate Ganpati) પ્રતિમા બનાવવામાં આવી હતી. જેની સ્થાપના ગણેશ ચતુર્થીએ (Ganesh Chaturthi 2020) કરવામાં આવી અને આજે દૂઘમાં તેમનું વિસર્જન કરવામાં આવ્યું છે. કતારગામમાં રહેતા રોમાબેન પટેલે ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપ્ના કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો રેડીને ગણેશજીનું વિસર્જન કર્યું છે. ચોકલેટના શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો છે. રોમાબેન છેલ્લા 4 વર્ષથી ચોકલેટની પ્રતિમાની સ્થાપના કરે છે.
રોમા પટેલે આ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઇ જાય છે. શ્રીજીની મૂર્તિ દૂધમાં વિસર્જીત કર્યા બાદ ચોકલેટ મિલ્ક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોનીસાથે સાથએ ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચી દેવામાં આવશે.