કિર્તેશ પટેલ, સુરત: દિવાળી નજીક આવતાની સાથે જ સુરતમાં લૂંટની ઘટનાઓ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. સુરતનો કાપડ વેપારી ડીંડોલીથી ચલથાન તરફ કેનલ રોડ પરથી હાઇવે ઉપર જઈ રહ્યો હતો ત્યારે મોટરસાયકલ પર આવેલા ઈસમોએ ગાડી ઉપર કીચડ ફેંક્યા બાદ વેપારીએ ગાડી ઉભી રાખી હતી. આ ઇસમોએ વેપારીની ગાડીમાં રહેલા 55 લાખ રૂપિયાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે, આ મામલાની જાણકારી વેપારીએ પોલીસને આપતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.