સુરત: શહેરના બારડોલી ધુલીયા ચોકડી નજીક ભીષણ આગ લાગી હતી. બુધવારે મોડી રાતે બાલાજી વેફર્સના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જેનાથી ગોડાઉનમાં પાર્ક કરેલા 11 જેટલા ટેમ્પા આગમાં બળીને ખાખ થયા છે. આ સાથે ગોડાઉન અને ટેમ્પામાં વિવિધ નમકીન અને વેફર્સ ભરેલાં હતા જે પણ બળીને ખાખ થઇ ગયા છે. જોકે, સદનસીબે આ આગને કારણે અત્યાર સુધીમાં કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. આગની જાણ થતા બારડોલી પોલીસ સહિત ફાયરની ટીમો તાત્કાલિત પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો છે.