શહેરમાં આ પહેલા પણ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ હતી. શહેરના ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન તથા ફોર વ્હીલ કાર સહિત કુલ ત્રણ લાખથી વધુના મુદામાલ સાથે એલસીબી પોલીસે બે શખસોને ઝડપી લીધા હતા. ડુંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અમરેલી એલસીબી પોલીસ ઈન્સ. માર્ગગર્શન હેઠળ એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, એક સિલ્વર કલરની ફોર વ્હીલ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી, ડુંગરપરડા જીંજકા રોડ તરફથી આવે છે. તેવી ચોક્કસ બાતમી આધારે એલસીબી ટીમ ડુગર, માંડળ ગામ જવાના રસ્તે, રેલવે ફાટક પાસે વોચમાં રહી. બે ઈસમ મુકેશ મનમોહનભાઈ નાયક ઉ.વ 34 રહે.સુરત, આકાશ મનમોહનભાઈ નાયક ઉ.વ.28, રહે.સુરતને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 24 કિ.રૂ.સત્તર હજાર તથા મોબાઈલ ફોન નંગ 3 કિ.રૂ. 23,500 તથા ફોર વ્હીલ કાર તથા રોકડ રકમ રૂ. 40000 મળી કુલ કિરૂ.3,80, 780નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.