ત્રણ દિવસ પહેલાં સુરતનાં વરાછા વિસ્તારમાં કાપોદ્રા 'જી ટ્રાવેલ્સ'ની બસમાં આગ લાગ્યા બાદ જ પ્રકારની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જ્યારે એક યુવતીનું કરુણ મોત થયું હતું હતું તો આ ઘટના જેવી જ ઘટના ગઈકાલે રાત્રે સુરતમાં છેવાડે આવેલા હજીરા વિસ્તારમાં ખાનગી કંપનીની લકઝરી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા બસ સળગવા લાગી હતી બસ થોડાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો સ્થાનિક લોકોએ આગની જાણકારી ફાયર વિભાગને આપતા ભાઈ વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ હાથ પર કાબૂ મેળવવો લીધો હતો. જોકે ફાયર પહોંચી અને આગ પર કાબૂ મેળવે તે પહેલા ખાનગી લક્ઝરી બસ બળીને ખાખ થઈ જવા પામી હતી.
ખાનગી કંપનીની પાર્ક કરેલી આ બસમાં આગ લાગવાને લઇને કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી પણ જે રીતે આગ લાગી છે તે લઈને હજીરાથી નેશનલ હાઇવે 48 ને જોડતો રોડ થોડા સમય માટે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો જે પ્રકારે આગ લાગી હતી તેને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ હતો. ત્રણ દિવસ પહેલાંની ઘટના લોકોને યાદ આવી જતા લોકોમાં એક ભય ફેલાઈ જવા પામ્યો હતો જે પ્રકારે બસમાં આગ લાગી હતી તેને લઈને સાલી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી