કિર્તેશ પટેલ, સુરત : ગેરકાયદેસર બાંગ્લાદેશ (Bangladesh) થી સુરત (Surat) આવી વસેલા કેટલાક લોકોની ઓળખ કરી તેમને ઝડપી પાડવામાં રેલવે પોલીસ (Surat Railway Police) ને સફળતા મળી છે. સુરત રેલવે સ્ટેશન (Surat Railway Station) પરથી પાંચ બાંગ્લાદેશીઓની રેલવે પોલીસે ધરપકડ કરી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લાના સાયણ (Sayan) વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. જેઓ બોગસ દસ્તાવેજ (Duplicate document)ના આધારે સુરતમાં રહેતા હતા. પોલીસે બોગસ દસ્તાવેજ બનાવનારની પણ ધરપકડ કરી છે.
પોલીસે તેમને પોલીસ મથક લાવીને સઘન પૂછપરછ શરૂ કરી હતી. જેમાં તેમણે પોતાના નામ 26 વર્ષીય પરવેઝ આયબા મિર્ઝા, 20 નયોન રૂત્રા મોસીર મૌલા, 18 વર્ષીય બિસ્તી અખ્તર, 19 વર્ષીય ફતેમાં ખાતુન અને 20 વર્ષોય ફરઝાનની ધરપકડ કરી છે. આ તમામ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા સાયણ ત્રણ રસ્તા નજીક વસવાટ ગેરકાયદેસર કરતા હતા. આ તમામ આરોપીઓ મૂળ બાંગ્લાદેશનાં નરેલ જિલ્લાના છે. જેઓ બોગસ દસ્તાવેજના આધારે સુરતમાં રહેતા હતા.
રેલવે પોલીસે બારડોલી ઉપલી બજારમાં રહેતા ઝાબીર ફિરોઝ પટેલ નામના અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે, જેણે વિદેશી નાગરિકોને બનાવટી રીતે આધાર કાર્ડ બનાવી આપ્યા હતા. આ સિવાય આ કેસમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર ચાર લોકોને ફરાર જાહેર કરાયા છે. પોલીસે હવે આ પ્રકારે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરીને કેટલા લોકો રહે છે, આ લોકોની સાથે કેટલા લોકો સંપર્કમાં છે, એ બાજુ પોલીસે તપાસ શરૂ કરી છે, કેટલાક સમયથી ભારતમાં આવીને વસી રહ્યા છે, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.