પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત સહિત જીલ્લામાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેવા સમયે સચીન ગભેણી ચોકડી નજીક ઉંબેર ગામમાં એક ઝીંગા તળાવમાં મજુરી કામ કરતા ૧૦ વ્યકિતઓ ફસાઇ ગયા હતા. આજુબાજુ 9 કિમી દૂર સુધી પાણી જ પાણી હોવાના કારણે તેઓ બહાર નિકળી શકે તેવી પરિસ્થીતી ન હતી.
કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે પ્રકાશ નાયક (21), અલવીર કશ્યપ (23), વર્ષીય ક્રિષ્ણા જાનો (19), કુરેન્દ્ર ગોડલ (18), સુરજ કારૂલા (18), હરીશ રાઠોડ (28) , ૨૩ વર્ષીય જાવાન , ૨૦ વર્ષીય રોહીત એમરોન , ૧૯ વર્ષીય અર્જુન જાવાન અને ૧૯ વર્ષીય નેરલ મસકી નામના મજુરોને સહી સલામત બહાર કાઢ્યા હતા. આમ છેલ્લાં ૩ દિવસથી ફસાયેલા મજુરો બહાર નિકળતા તેમના ચહેરા પર હર્ષના આંસુ જાવા મળ્યા હતા.