Home » photogallery » surat » Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

Surat Crime News: ધોરણ 9માં અભ્યાસ (std 9 student) કરતો વિદ્યાર્થી સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે બેસી ભોજન કર્યું અને પરિવાર કામે જતા આ વિદ્યાર્થીએ પોતાના ઘરે બારી ઉપર ચાદર બાંધી ગળેફાંસો (suicide) ખાધો હતો.

विज्ञापन

  • 15

    Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

    કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (Surat News) સતત આપઘાતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આપઘાતની (suicide case) ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે આ વખતે આ પગાર સુરતના સચિન વિસ્તારમાં (surat sachin area) રહેતા અને ધોરણ 9માં અભ્યાસ (std 9 student) કરતો વિદ્યાર્થી સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે બેસી ભોજન કર્યું અને પરિવાર કામે જતા આ વિદ્યાર્થીએ પોતાના ઘરે બારી ઉપર ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરેલ હાલતમાં  મોડી સાંજે લાશ મળી આવી હતી. અભ્યાસમાં તેજ એવા વિદ્યાર્થીઓના આપઘાતના કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ જવા પામ્યું છે.

    MORE
    GALLERIES

  • 25

    Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

    ઘટના અંગે વાત કરીએ તો સુરતમાં સચિન વિસ્તારમાં ધોરણ-9નો વિદ્યાર્થી ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે જોકે આ યુવાન સ્કૂલેથી આવ્યા બાદ પરિવાર સાથે બેસીને ભોજન કર્યું હતું. ને ભોજન કર્યા બાદ તેનો મોટો ભાઈ અને પિતા કામ પર જવા રવાના થયા બાદ આ યુવકે  ગળાફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી હતી.

    MORE
    GALLERIES

  • 35

    Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

    ITIમાં અભ્યાસ કરતો ભાઈ ઘરે આવ્યા બાદ ઉતકર્ષે દરવાજો ન ખોલતા પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા જ નાનો ભાઈ બારી સાથે ચાદર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.ઘનશ્યામભાઇ પાઠક સિક્યુરિટી સુપર વાઇઝર છે. નાનો ઉતકર્ષ ધોરણ-9માં અભ્યાસ કરે છે. યુપીવાસીવાસી પરિવાર છે.

    MORE
    GALLERIES

  • 45

    Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

    પરિવાર દીકરાના આપઘાતના આઘાતમાં સરી પડ્યું છે. મંગળવારની સાંજે કોલેજથી ઘરે આવ્યો હતો. ઉતકર્ષ ઘરમાં જ હતો પણ દરવાજો ખોલી રહ્યો ન હતો. આખરે હું પાછળની બાલ્કનીમાંથી ઘરમાં પ્રવેશ કરતા ઉતકર્ષ બારી સાથે ચાદર પર ફાંસો ખાધેલી હાલતમાં લટકી રહ્યો હતો. આ જોઈ હું હેબતાઈ ગયો હતો. માસીને બૂમાબૂમ કરી બોલાવી નોકરી પર ગયેલા માતા-પિતાને જાણ કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    Surat News: પરિવાર સાથે જમ્યા બાદ ધો.9ના વિદ્યાર્થીએ ઘરમાં જ કરી આત્મહત્યા, કેમ ભર્યું પગલું?

    આપઘાત પાછળ કોઈ કારણ જાણી શકાયું નથી. વધુમાં જણાવ્યું હતું કે ઉતકર્ષ અભ્યાસમાં સારો હતો. બપોરે શાળાએથી આવ્યા બાદ આખા પરિવારે સાથે બેસીને ભોજન કર્યું હતું. ત્યારબાદ પિતા કામ પર ચાલી ગયા હતા. હું કોલેજ જતો રહ્યો હતો. ઉતકર્ષ ઘરમાં એકલો જ હતો. પિતાનો લાડકો હતો. મિત્રો ક્રિકેટ રમવા એને ફોન કરતા હતા પરંતુ એ પહેલાં જ એનું મોત થયું હતું. ભાઈના આપઘાત પાછળ કોઈ કારણ જાણી શકાયું નથી. સચિન GIDC પોલીસ તપાસ કરી રહી છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES