કિર્તેશ પટેલ, સુરત : શહેરમાં એકે એવી વિચિત્ર ઘટના સમયે આવી આવી છે જે જાણીને ભલભલાના રૂવાંડા ઊભા થઈ જશે. ડ્રાઇવર તરીકે કામ કરતા પિતાનો મજૂરી કરતો પુત્ર એ ગેઇમ (PUBG Game) રમવા બાબતે પિતા પાસે રૂપિયા માંગતો હતો જ્યારે પિતાએ રૂપિયા આપવાનીના પાડી દેતા આવેશમાં આવેલા પુત્રએ પિતા પર ચપ્પુ (Knie attack on Father) વડે હુમલો કર્યો હતો જેમાં પિતાને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે લોકોનું ટોળું એકત્ર થઈ જતા પિતાને જાનથી (Son Stabbed Father in Surat) મારી નાખવાની ધમકી આપી પુત્ર ફરાર થઈ જતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે અને તેમાં પણ સુરતનો લીંબાયત વિસ્તાર એટલે ગુનાખોરી માટે જાણીતો વિસ્તારમાં છે, અહીંયા રોજ હત્યા કે હત્યાના પ્રયાસના ગુના દરોજ પોલીસ ચોપે નોંધાતા હોય છે. ત્યારે લીંબાયત વિસ્તારની એક એવી ઘટના સામે આવી છે તે જાણીને ભલભલા છ્ક થઈ જાય. મૂળ ભરૂચના જંબુસરના મોદરા ગામના વતની અને સુરતમાં લીંબાયત મહાનગરપાલિકાની સ્કૂલની સામે જવાહર મહોલ્લો પ્લોટ નં.1 માં પત્ની દરિયાબેન અને મજૂરીકામ કરતા બે પુત્ર અનિલ-ઉમેશ સાથે રહેતા 52 વર્ષીય ભાઈલાલભાઈ કારાભાઇ માળી ડ્રાઇવર તરીકે કામ કરે છે.