કિર્તેશ પટેલ સુરત : સુરત મહાનગર પાલિકા (SMC) દ્વારા એતિહાસિક કિલ્લાનું રીનોવેશન (Surat Fort Renovation) કરવામાં આવ્યું છે. સામાન્ય જનતા માટે આ કિલ્લો ખુલ્લો મુકવામાં આવશે પરંતુ કિલ્લા દર્શન મુલાકાતીઓ માટે આસાન નહીં રહે. પ્રવેશ ફી જોઈને લોકો ચોકી જશે કેમ કે માથા દીઠ ફી ચુકવવાની (surat Fort Fee) રહેશે. અગ્રેજો (Britishers) અને મુગલોનું સાશન જોઈ ચુકેલા આ ઐતિહાસિક કિલ્લાને પાલિકાએ ટુરિસ્ટ પ્લેસમાં રૂપાંતરિત કર્યો છે પરંતુ તેને નિહાળા પૈસા ચુકવવા પડશે.
સુરતનું નજરાણું ઐતિહાસીક કિલ્લો જોવા માટે દૂર-દૂરથી લોકો આવશે પરંતુ પાલિકા દ્વારા જે ફી નક્કી કરવામાં આવશે એ ઓછી હોય વિદેશી નાગરિકો માટે 500 રૂપિયા પ્રવેશ પણ વધુ છે ફોટોગ્રાફીના 20 રૂપિયા અને વિડીયોગ્રાફી ના સો રૂપિયા પણ આમ જનતાને પોસાય તેમ નથી આવી પરિસ્થિતિમાં પાલિકા દ્વારા મુલાકાતીઓને આકર્ષવા માટે પ્રવેશ ફી ઓછી રાખવી જોઈએ.<br /> તાજમહેલ આગરા ફોર્ટ અને લાલ કિલ્લાની પ્રવેશ ફી જો 25થી 35 રૂપિયા હોય તો સુરતના કિલ્લાની પ્રવેશ વધુ કઈ રીતે રાખી શકાય પાલિકા સત્તાધિશોએ આ દિશામાં વિચારવું રહ્યું.