કિર્તેશ પટેલ, સુરતઃ સુરત પાલિકાના વરાછા (Surat municipal cor) ઝોનના કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. ચાલુ ફરજ પર સુસાઇડ નોટ (Suicide note) લખી ઝેરી દવા પી લેનાર પ્રતાપભાઈ ડાહ્યાભાઈ પટેલ પ્રાઇમરી હેલ્થ વર્કર હોવાનું સામે આવ્યું છે. મેમો, શો-કોઝ નોટિસ આપી માનસિક રીતે હેરાન કરતા ઉચ્ચઅધિકારીઓના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સુસાઈડ નોટમાં લખ્યું છે. પ્રતાપભાઈને હાલ ખાનગી હોસ્પિટલમાં (hospital) દાખલ કરાયા છે.
અધિકારીઓના ત્રાસ આપઘાત કર્યો હોવાનું સુસાઇડ નોટમાં ઉલેખ. પોતાની જ ફુલપાડા ઓફિસમાં મચ્છર મારવાની દવા પી લીધીકાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે ઘટના આજે સવારે પ્રતાપભાઈની સુસાઈડ નોટના આધારે તપાસ ચાલી રહી છે. પોતાની જ ફુલપાડા ઓફિસમાં મચ્છર મારવાની દવા પી લેતા ભાગદોડ મચી ગઇ હતી. સાથી કર્મચારીઓ તાત્કાલિક પ્રતાપભાઈને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેમની તબિયત સાધારણ હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારે કહ્યું હતું કે પ્રતાપભાઈ 25 વર્ષથી કામ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એમના વિસ્તારમાં મેલેરિયાના કેસ નહીં હોવાછતાં ખોટા કેસ બનાવવાના પેપર પર સહી કરાવવા ત્રાસ આપી રહ્યા હતા. નાયબ આરોગ્ય અધિકારી એપી ભટ્ટ, જંતુનાશક અધિકારી JD પટેલ, SSI રમીલાબેન ગામીતના માનસિક ત્રાસને લઈ આપઘાતનો પ્રયાસનો કર્યો હોવાનો ઉલેખ ત્રણ ઉપરી અધિકારી પર ત્રાસ આપતા હોવાનો આક્ષેપસાથેની સુસાઈડ નોટ મળી છે.
સુસાઇડ નોટમાં આપઘાતનો પ્રયાસ કરનાર પ્રતાપભાઈએ લખ્યું છે કે નાયબ આરોગ્ય અધિકારી એપી ભટ્ટ, જંતુનાશક અધિકારી JD પટેલ, SSI રમીલાબેન ગામીતના માનસિક ત્રાસને લઈ આપઘાતનો પ્રયાસ કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઈટ નોટમાં પ્રતાપભાઈ એ જણાવ્યું છે કે ત્રણેય ઉપરી અધિકારીઓ પાલિકાને નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.
નોંધ, મેમો, શો-કોઝ નોટિસ, ભેદભાવ રાખી રહ્યા છે. કોઈ કારણ વગર ચાર્જશીટ આપી કે અપાવી ખોટા રિપોર્ટ કરી મને ફસાવવા માગે છે. એટલું જ નહીં પણ મને જ ટાર્ગેટ બનાવી રહ્યા છે. આ ત્રણેય અધિકરીઓના માનસિક ત્રાસથી આપઘાત કરવાના હેતુથી મચ્છર મારવાની દવા પીધી છે.તેવી ઉલેખ કરાયો છેપોલીસ તપાસ શરૂ કરીહાલ તો આ મામલે આપઘાત કરનાર કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને આ સૂસાઇડ નોટ પોલીસે કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.