Home » photogallery » surat » Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

Operation Ganga: યુક્રેન રશિયા (Ukraine Russia) વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે યુક્રેનમાંથી સ્વદેશ લવાઈ રહેલા ભારતીયોને પોલેન્ડ યુક્રેન બોર્ડર પર (Poland Ukraine Border) પર બીએપીએસ (BAPS)ના યૂરોપના સ્વયંસેવકો આવી રીતે સેવા આપી રહ્યા છે. ભાવુક તસવીરો

  • 16

    Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

    કિર્તેશ પટેલ, સુરત : રશિયાના (Russia's Invasion)  આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી (Ukraine) જીવ બચાવીને પોલેન્ડમાં (Poland) આવી ચૂકેલા ભારતીયોની સેવામાં બી.એ.પી.એસ. (BAPS Swaminarayan) સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ-રાત જોડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેદિવસે  પહેલાપૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને જણાવ્યું હતું. સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી, તાત્કાલિક ધોરણે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને ગઈકાલે બી.એ.પી.એસ. સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવકો સરહદ પર અસરગ્રસ્તોની સેવામાં પહોંચી ગયા છે.

    MORE
    GALLERIES

  • 26

    Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

    પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડથી સતત 22 કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બી.એ.પી.એસ.ના અગ્રણી સતેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ 800 થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે.ફસાયેલ વિધાર્થીઓને ભોજન મળતા રાહતનો હાશકારો લીધો છે.

    MORE
    GALLERIES

  • 36

    Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

    કારમી ઠંડીમાં માઈનસ ત્રણ-ચાર ડીગ્રી તાપમાનમાં દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં 40-50 કિલોમીટર અંતર ચાલીને અહીં પહોંચ્યા છે. તેમની આ દયનીય હાલત જોઈને સંસ્થાના સ્વયંસેવકો પણ દ્રવિત થઈ જાય છે.

    MORE
    GALLERIES

  • 46

    Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

    સ્નેહપૂર્વક ગરમ ભોજન અને હૂંફ આપીને બી.એ.પી.એસ.ના સ્વયંસેવકો તેમને નવી જિંદગી આપી રહ્યા છે. પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિઓ આવી પડે છે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે રેસ્ઝો શહેરની પ્રસિદ્ધ હોટલના કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી છે. અહીં ભારતભરના બધી જ કોમ્યુનિટીના વિદ્યાર્થીઓને સમાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 56

    Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

    અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં જ્યારે જ્યારે પણ આવી પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિઓ આવી પડે છે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ હંમેશાં લોકોના આશીર્વાદ મેળવ્યા છે

    MORE
    GALLERIES

  • 66

    Russia Ukraine War: યુક્રેન-પોલેન્ડ સરહદે BAPSની ભોજનની સેવા, 800-1000 વ્યક્તિઓ માટે કરી વ્યવસ્થા

    વર્તમાન સમયે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ સંસ્થાની આ ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને સંસ્થાના સ્વયંસેવકોને હૃદયપૂર્વક બિરદાવી રહ્યા છે.

    MORE
    GALLERIES