સુરતમાં સેવન સ્ટાર ગ્રુપ દ્વારા બનાવાયેલા બિલ્ડીંગ અવાર અવાર વિવાદમા આવે છે. બિલ્ડીંગમાં પ્રાથમિક સુવિધા નહીં આપી હોવાની સુરતમાં સેવન સ્ટાર દ્વારા બનાવાયેલ બિલ્ડીંગની અનેક ફરિયાદ ઉઠી રહી છે. તેવામાં સુરતના છાપરાભાઠા રોડ પર આવેલા સ્ટાર ગાર્ડન રેસિડેન્સીમાં પણ આવો જ બિલ્ડરોનો છબરડો બહાર આવ્યો છે.
આજીવન મેઇન્ટનેન્સ ઉઘરાવી બિલ્ડરો દ્વારા મેઇન્ટનેન્સ નહીં ભરી રહીશો સાથે છેતરપિંડી કરી હોય તેવી ફરિયાદ ઉઠી છે. સ્ટાર ગાર્ડન રેસિડેન્સીમાં ફ્લેટ વહેંચાય ત્યારે અલગ અલગ સાઈઝના હિસાબે આજીવન મેઇન્ટેનન્સ ઉઘરાવવામાં આવ્યું હતું. જોકે બિલ્ડરો દ્વારા મેઇન્ટેનન્સના રૂપિયા નહીં ભરતા સ્થાનિકોએ વેઠવાનો વારો આવ્યો છે.
400 જેટલા ફ્લેટ આ સ્ટાર ગાર્ડન રેસિડેન્સીમાં આવેલા છે ત્યારે બિલ્ડર દ્વારા મીઠા પાણીની વ્યવસ્થાનું પણ વચન આપવામાં આવ્યું હતું. જે પણ પોકળ સાબિત થયું છે. વીજ જોડાણ કપાઈ જતા લિફ્ટ, પાણી જેવી અનેક સમસ્યાનો સામનો રહીશો કરી રહ્યા છે. અંતે બિલ્ડરને રજુઆત કરતા તેમણે હાથ અધ્ધર કરી દીધા હતા. અને રહીશોએ જાતે ઘર દીઠ રૂપિયા ઉઘરાવી વીજ બિલ ભર્યા હતા.