Home » photogallery » surat » સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

Surat News: સુરતના (Surat) નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના શાળાના આચાર્ચ (Principal) નરેશ મહેતાએ (Naresh Mehta) માઈક્રોસોફ્ટ ટીમ્સ એપ દ્વારા 1,000 બાળકોને નિશુલ્ક ભગવત ગીતાના પાઠ ભણાવવાનું આયોજન કર્યુ છે.

विज्ञापन

  • 15

    સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

    કિર્તેશ પટેલ સુરત : સુરતના આ શિક્ષક (Surat Teacher)  ખરેખર શિક્ષક તરીકેની ફરજની નિભાવીને અન્ય શિક્ષકોને પણ પ્રેરણા આપી રહ્યા છે. અત્યાર સધીમાં તેમણે હજારો ની સંખ્યામાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિશુલ્ક અભ્યાસ કરાવ્યો છે   ત્યારે હવે તેઓ ભગવદ્દ ગીતાના (Bhagwat Geeta Lesson in Surat)  પાઠ પણ ભણાવાના છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

    શાળાઓમાં ઉનાળાની રજાઓ એટલે શિક્ષકો માટે આરામ કરવાનો અને પરિવાર સાથે હરવા ફરવાનો અને સમય પસાર કરવાનો સમય, પરંતુ આજે પણ ઘણા શિક્ષકો એવા છે, જે રજાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ ચાલુ રાખે છે. આવા શિક્ષકોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય નરેશ મહેતાનો સમાવેશ થાય છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

    [caption id="attachment_1204597" align="alignnone" width="1600"] આ વખતે તેમમે રજાઓમાં વિદ્યાર્થીઓને ગીતાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. સુરતની  શિક્ષણ સમિતિની શાળા આચાર્ય નરેશ મહેતા ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા  જણાવ્યું હતું કે 8 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન શરૂ થઈ રહ્યું છે. તે જ સમયે આગામી શૈક્ષણિક સત્રથી સરકારે શ્રીમદ ભગવદગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

    [/caption]

    MORE
    GALLERIES

  • 45

    સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

    આવી સ્થિતિમાં રજાઓનો સદુપયોગ કરવા અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે  વિદ્યાર્થીઓને ગીતાના અધ્યાય શીખવવાનું નક્કી કર્યું છે. વધુમાં કહયું હતું કે  આ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. રજાઓ શરૂ થતાની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર દરરોજ એક કલાક વર્ગો ચલાવવામાં આવશે અને ગીતાના પાઠ ભણાવવામાં આવશે.
    પ્રતિકાત્મક તસવીર

    MORE
    GALLERIES

  • 55

    સુરત : વેકેશનમાં 1,000 વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના પાઠ ભણાવશે આ આચાર્ય, જાણો કેવી રીતે જોડાશો

    કોઈપણ શાળાના વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગમાં જોડાઈ શકે છે એક સાથે 1000 થી વધુ વિદ્યાર્થીઓને જોડીને માઈક્રોસોફ્ટ ટીમ એપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગીતાના સંસ્કારો આપવામાં આવશે. શિક્ષક દ્વારાા શરૂ શરૂ કરવામાં આવેલી કામગીરીને વખાણવામાં આવી રહી છે ત્યારે વેકેશન વિદ્યાર્થીઓ ગીતાનું જ્ઞાન મળે તે પ્રકારનો પ્રયાસ શિક્ષક દ્વારાા કરવામાં આવી રહ્યો છે. આ અંગે વધુ માહિતી આચાર્ય નરેશ મહેતાના ફોન નંબર 96873 45793 નંબર પર કરી શકાશે.

    MORE
    GALLERIES