Home » photogallery » surat » સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

સુરતમાં આરસીસી રોડ પર અચનાક રસ્તો બેસી ગયો અને મસમોટો ભુવો ધૂણ્યો હતો. જાણો શુ છે સ્થિતિ?

  • 15

    સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

    કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરમાં  હાલમાં નવા બનેલા ઉગત-ભેંસાણ સી.સી રોડ પર સોમવારે ભુવો પડ્યો હતો. સ્ટ્રોમ વોટર લાઇનમાં ભંગાણ સર્જાતા નવા સીસી રોડ પર મસમોટો ખાડો પડી ગયો છે. દુર્ઘટના ઘટી તે સમયે સદનસીબે વાહનોની અવરજવર નહીં હોવાથી કોઇ જાનહાનિ થવા પામી ન હતી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આરસીસી રોડ પર વિકાસની ચાડી ખાતો એક વિશાળ ભુવો ધૂણ્યો હતો જેના કારણે રાહદારીનઓને ભારે હાલાકી વેઠવી પડી હતી.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

    સુરત મહાનગર પાલિકા દ્વારા ભેંસાણથી વણકલા સુધી 40 કરોડના ખર્ચે સીસી રોડ મંજૂર કરાયો છે. હાલમાં આ રોડ પર રોડ ડેવલપમેન્ટ વિભાગ દ્વારા સીસી રોડ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેમાં ઉગતથી ભેંસાણ તરફનો રોડ તૈયાર થઇ જતા વાહન વ્યવહાર માટે શરૂ કરાયો છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

    જ્યારે ભેંસાણથી ઉગતના રોડનું કામ ચાલી રહ્યું છે. દરમ્યાન રવિવારે મોડીસાંજે ઉગતથી ભેંસાણ તરફ જતા રોડ પર સીએનજી પંપ પાછળ કેનાલ પાસે એક તરફનો રસ્તો અચાનક ધડાકાભેર બેસી જતાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તકેદારીના ભાગરૂપે તાબડતોડ રસ્તો બંધ કરી દીધો હતો.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

    આર સી.સી રોડની નીચેથી પસાર થતી સ્ટ્રોમ વોટર લાઇનમાં ભંગાણ પડતાં ભુવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં રોડ રિપેરીંગની કામગીરી ચાલી રહી છે. આમ સુરતના આ ુવાના કારણે પાલિકાના વિકાસના દાવા પર ગંભીર સવાલો થયા છે. એક તરફ દિવાળીનો તેહવાર બીજી તરફ ભૂવા ઘૂણતા રાહદારીઓને પણ પરેશાની થઈ હતી.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : 40 કરોડના ખર્ચે નવા બનેલા ઉગતના RCC રોડ પર 'ભુવો ધૂણ્યો', જવાબદાર કોણ?

    સામાન્ય રીતે ભુવા ચોમાસામાં પડતા હોય છે પરંતુ સુરત શહેરની પાલિકા નિર્મિત આ કામગીરીએ નવો રેકોર્ડ કાયમ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. પાલિકાના આ ભુવાના કારણે કામગીરીમાં થયેલા કથિત ભ્રષ્ટાચારની બમ બૂ આવી રહી હોવાનું જણાી રહ્યું છે.

    MORE
    GALLERIES