કિર્તેશ પટેલ, સુરતઃ દિવાળીનો તહેવાર (Diwlai festival) આવે ત્યારો લોકો ફરવા નીકળી જતાં હોય છે. ફરવા લાગય સ્થળો તો ક્યારેક સંબંધીઓના ઘરે પણ જતાં હોય છે. પરંતુ ક્યારેક ફરવા જતા લોકો સાથે દુર્ઘટનાઓ (accident) પણ ઘટતી હોય છે. આવી જ એક કમનબિસી ઘટના સુરતના દંપતી (surat couple accident) સાથે પણ ઘટી હતી. અહીં પતિ પત્ની બાઈક (husband-wife bike) ઉપર રેલવે સ્ટેશન (railway station) જતાં હતા ત્યાંતી મુંબઈ જવાના હતા. જોકે, પાંડેસરામાં ચાલુ બાઈકે પડી ગેયલી બેગ લેવા જતીં મહિલા નીચે પડી અને કારની અડફેટે (car hit and run) આવી જતાં મોતને ભેટી હતી. આમ ફરવાની ખુશી પત્નીના મોતથી (wife death in car accident) માતમ ફેરવાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે વિમલ અને તેની પત્ની સોનલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે. પતિ પત્ની બંને આજે સવારે બાઈક ઉપર રેલવે સ્ટેશન માટે નીકળ્યા હતા. જ્યાં પાંડેસરા નજીક બાઈક ઉપર મુકેલી કપડાંની બેગ નીચે પડી જતાં સોનલ બેગને લેવા ગઈ હતી. આંખના પલકારે પાછળ આવતી કારે સોનલને અડફેટે લીધી હતી. સોનલને અડફેટે લઈને કાર ચાલક ફરાર થયો હતો.
સોનલ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી. આમ પતિ પત્ની ફરવા નીકળતા રસ્તામાં જ પત્નીનું મોત થતાં દિવાળીના તહેવાર ટાણે જ દંપતી ખંડીત થયું હતું સોનલના પતિ વિમલે જણાવ્યું હતું કે, અમે આજે મુંબઈ જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ફલાઇંગ રાણી ટ્રેનનું રિઝર્વેશન હતું. ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાંની બેગ પડી ગઈ હતી, એટલે એને લેવા સોનલ ગઈ હતી.
સોનલને હાથ પર નાના-નાના દાણા નીકળ્યા હતાં. બીજી બાજુ, વેકેશન હતું. એટલે મુંબઈ ફરવાની સાથે પરિચિત ડૉક્ટરને બતાવવાનું આયોજન કરી પ્રવાસે નીકળ્યા હતા. ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો છે. પ્રેમલગ્નને 5 વર્ષ જ થયાં હતાં. હજી દુનિયા જોવાની બાકી હતી અને વિધાતાએ લગ્નજીવનની દોર જ તોડી નાખી. પાંડેસરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વિમલના નાનાભાઈ બિપિન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભાઈ વિમલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે. મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કરીને 5 વર્ષ જ થયાં હતાં. કોઈ બાળક ન હતું. અમને આજે સવારે ફોન આવ્યો કે ભાઈ-ભાભીનો પાંડેસરામાં અકસ્માત થયો છે. ઝડપથી સિવિલ પહોંચી જાઓ, અહીં આવ્યા તો ભાભીનો મૃતદેહ જોવા મળ્યો, આખો પરિવાર શોકમાં છે.