કિર્તેશ પટેલ, સુરત : સુરતના ઉધના વિસ્તરમાં આવેલ ઓક્સિજન બોટલ સપ્લાય (oxygen bottel blast in udhana) કરતા ડિલરને ત્યાં અચાનક બપોરના સમયે અચાનક ગોડાઉનમાં ઓક્સિજન ( oxygen cylinder blast) સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અલગ અલગ ચાર જેટલી ટિમ બનાવ બનાવ વાળી જગીયા પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી 12 લોકો બચાવીયા હતા જોકે આ ઘટના એક યુવકતી મોત થયું છે જ્યારે ચાર લોકોની હાલત નાજુક હોવાથી તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને ફાયર વિભાગ દ્વારા ગોડાઉનમાંથી ઓક્સિજન (surat oxygen blast) સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા છે. ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝામાં ઓક્સિજન બોટલ સપ્લાયનું ગોડાઉન આવેલું છે. બપોરે 12.30 કલાક આસપાસ ઓક્સિજન સિલિન્ડર ભરતી વેળા અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી. આગ પર કાબૂ મેળવવાની સાથે પહેલા માળેઆવેલી.
હાર્ડવેરની દુકાનમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દુકાનમાંથી 12 જેટલાને રેસ્કયુ કરી (oxygen blast in udhana surat) બહાર કાઢ્યા હતા. આગને કાબૂમાં લીધા બાદ ફાયર વિભાગે તપાસ હાથ ધરતા 45 વર્ષીય મનોજ યાદવ નામના કર્મીની સિલિન્ડર નીચેથી લાશ મળી આવી હતી. જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જોકે બ્લાસ્ટનો જોરદાર અવાજ આવતા જસમગ્ર વિસ્તાર માં અફડાતફડી મચી જવા પામી હતી જોકે આગની ઘટના 100 ફૂટ દૂર એક દુકાનમાં આગ લાગી હોવાનું દેખાયું હતું. જેથી તાત્કાલિક ફાયરને ( fire and blast) જાણ કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ ફાયર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબૂમાં લઈ લીધી હતી. થોડી જ વારમાં અનેક લોકોની બીડ ભેગી થઈ ગઈ હતી.
જોકે આગ કાબુમાં આવ્યા બાદ ફાયર વિભાગ તપાસ આ ગોડાઉન ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા ન હતા જોકે અહીંયા એક યુવાન મોત સાથે ચાર લોકો જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા હોવાને લઈને પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ફાયર વિભાગ પણ આ ગોડાઉન આગામી દિવસ કાયદેસર કાર્યવાહી કરી સીલ સાથે નોટિસ આપવાની કામગીરી કરે તો નવાઈ નહીં