કિર્તેશ પટેલ, સુરતઃ શહેરના કતારગામમાં (Katargam) 16 વર્ષની સગીરાને માથાનો દુઃખાવો થતા તબીબ દ્વારા થોડા સમય માટે અભ્યાસ નહીં કરવા પરિવારને જણાવ્યું હતું. જેથી પરિવારે પણ સગીરાને ટીવી જાવા ઉપરાંત ઓનલાઈન (online) અભ્યાસ કરવાનીના પાડતા ડિપ્રેશનમાં આવીને સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ આપઘાત (suicide) કરી લીધો હતો.
તેવામાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પરિવારજનોએ તેણીને ટીવી જોવાની ના પાડી હતી અને રૂમમાં રહીને આરામ કરવાનું કહ્યું હતું. દરમિયાન માનસિક તાણ અનુભવતી રહેતી સગીરાએ સોમવારે સાંજના સમયે માતા-પિતા શાકભાજી લેવા માટે ગયા હતા. ત્યારે ઘરમાં હાજર દાદીને રૂમમાં કપડા બદલવા જાઉ છું કહીને રૂમનો દરવાજા બંધ કરી દીધો હતો.