મિત્તલ બેન વ્યવસાયે એક પેન્ટિંગ આર્ટિસ્ટ છે અને તેમની સાથે તેમના પાર્ટનર વર્ષાબેન આલગિયા પણ જોડાયેલા છે, જેમના 15 જેટલા પેન્ટિંગ એક્સિબિશન થઇ ચુક્યા છે, તેમના નામે "બેટી બચાઓ, બેટી પઢાઓ" પર 128 ફૂટનું લોન્ગેસ્ટ પેન્ટિંગ બનાવવાનો કીર્તિમાન પણ સ્થાપિત છે. તેઓએ હાલ બીજી એક પહેલ પણ હાથમાં લીધી છે, જે અંતર્ગત તેઓ 1 લાખ બાળકો સાથે મળીને ક્લીન ઇન્ડિયા (સ્વચ્છ ભારત) પર 1 લાખ પેન્ટિંગ બનાવશે અને દેશને સ્વચ્છતાનો સંદેશો આપશે.
હાલમાં જ તેમને કોરોના કાળ દરમિયાન સુરતના ઉત્રાણ ખાતે એક સોસાયટીમાં કોરોનાનું લોન્ગેસ્ટ પેન્ટિંગ પણ બનાવ્યું હતું. ખુબ જ સરળ વ્યક્તિત્વ ધરાવતા મિતલબેન પોતાનો જન્મદિવસ પણ ખુબ સાદાઈથી ટ્રાઇબલ એરિયામાં ગરીબ બાળકોની વચ્ચે ઉજવે છે. તેઓ હંમેશા લોકસેવા ના કર્યો સાથે જોડાયેલા રહે છે અને કંઈક ને કંઈક નવું કરવા હંમેશા તતપર હોય છે જેથી તેમણે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના જ વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના એવા 70 બાળકોને દત્તક લેવાનો નીર્ધાર કર્યો છે કે જે બાળકોને શાળામાં સ્ટેશનરી કે અન્ય વસ્તુ ઓ પોતાના ખર્ચે નથી લાવી શકતા.
આ અંગે વધુમાં જણાવતા મિત્તલબેને કહ્યું કે, તેમના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા મહારાજા કૃષ્ણકુમાર સિંહ શાળા અને પ્રમુખ સ્વામી મહારાજ શાળાના આચાર્ય ચેતનભાઈ હિરપરા અનેક પ્રસંગોચિત તેમને તેમની શાળામાં મુખ્ય મેહમાન તરીકે બોલાવે છે અને આ સમય દરમિયાન એકવાર શાળા ના બાળકો વિષે વાત થતાં તેમને જાણવા મળ્યું કે આ શાળામાંથી મોટાભાગની સ્ટેશનરી અને વસ્તુઓ તો સરકાર દ્વારા આપવામાં આવે જ છે, પરંતુ અમુક એવી વસ્તુઓ જે બાળકો એ પોતાના સ્વખર્ચે લાવવાની હોય તે નથી લાવી શકતા જેથી તેમને અભ્યાસમાં તકલીફ પડે છે, ત્યારે આવા બાળકોનું લિસ્ટ મિત્તલબેન એ આચાર્ય પાસે માંગ્યું અને 70 જેટલા બાળકોને આ પ્રકારે સહાય કરવા માટે તેઓ આગળ આવ્યા છે.