કિર્તેશ પટેલ, સુરત : સુરત : કોરોના કાળ બાદ આપઘાતના બનાવોમાં (Surat suicide) સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે પીપલોદ વિસ્તારમાં રહેતા એક માતા અને પુત્રે (Mother Son Suicide) ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. આપઘાત કરનાર યુવક બે દિવસથી મિત્ર સાથે આપઘાતને લગતી વાતો કરતો હતો જોકે સવારે તે ફોન નહીં ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા હતા અને માતાને પુત્રની લટકતી લાશને જોઈ હેબતાઈ ગયા હતા સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ (Surat Police) કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી
જેથી તરત જ ઘરે પહોંચી દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈ દરવાજો ન ખુલતા તેને શંકા ગઈ હતી જેથી તેણે દરવાજો તોડી નાખ્યો હતો દરવાજો તોડતાં એ સાથે જ નજરે દેખાઈ રહેલા દ્રશ્યોએ તેના પગ તળેથી જમીન સરકાવી દીધી હતી દરવાજો ખોલતા જ મહર્ષ અને તેની માતા પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા જેને લઇને તેણે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.
થોડા દિવસ અગાઉ મહર્ષિ અને તેના મિત્રો એમજ સંબંધીઓ પર કોઈ કંપનીના પૈસાને લઇને મેસેજ ગયા હતા જેથી લોન કે દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે જોકે પેલા મહર્ષિ ને આપઘાત નહીં કરવા અંગે ઘણો સમજાવ્યો હતો પરંતુ હું મરી જઈશ કે પછી માતા નું શું થશે તેવો વિચાર આવતા તેણે માતા સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.