મુંબઇની ગોલ્ડ મેડાલિસ્ટ એમબીબીએસ ડોકટર હિનાએ પોતાનો ડોકટરીનો વ્યવસાય છોડી દિક્ષા લેવાનું નક્કી કર્યુ છે. સન્યાસના માર્ગે જઇ રહેલ ડોકટર હિના હિંગડે 1નો આજે દીક્ષા સમારોહ યોજાયો હતો. જેમા તેમણે પોતાની મનપસંદ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો અને ધર્મને અંગીકાર કર્યો હતો. આ ઉત્સવમાં તેમના માતા-પિતા અને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ડોકટર હિના હિંગડે જણાવ્યુ હતુ કે તે 12 ધોરણમાં હતી ત્યારથી જ તેની ઇચ્છા હતી ત્યારે તે 47 દિવસ સાધુ જીવન પણ જીવી હતી. પપ્પાની ઇચ્છા હતી કે ડોકટર બને અને ત્યાર બાદ 2.5 વર્ષ પ્રેકટીસ પણ કરી હતી.આ સોશિયલ રીસ્પોન્સીબ્લીટી છે પરંતુ મારી માટે ગુરૂ મહત્વના છે. રૂપયા વાળા લોકો પણ તકલીફના સમયે ગુરૂ પાસેજ આવે છે કારણ કે એમને કોઇ મોહ માયા નથી. તેઓ હંમેશા હસ્તા રહે છે એટલે જ હુ આ માર્ગ પર જઇ રહી છું.