કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના (surat news) રાંદેર વિસ્તારમાં આવેલા ઉગત રોડ ઉપર એક પરિણીતાએ (married woman killed son) પોતાના બાળકનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે પરિણીતા પોતાના પતિથી છેલ્લા લાંબા સમયથી અલગ રહેતી હતી અને પતિ સાથે ઘર કંકાસને લઈને આ પગલું ભર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. મહિલાના પતિને તેની ભાભી (husband affair with sister in law) સાથે અનૈતિક સંબંધોને (love affair) લઈને લાંબા સમયથી પરિવારમાં કંકાસ ચાલતો હોવાથી અલગ રહેતી અને જેને લઈને જ આ પગલું ભર્યું હોવાની વાત પોલીસ (surat police) તપાસમાં આવી સામે આવ્યું છે.
જેને લઇને પોતાના બાળક સાથે છેલ્લા ઘણા સમયથી પોતાના પિતાને ત્યાં રહેતી હતી જોકે પોતાના પતિને લઈને અલગ ઘરમાં રહેવા માટેનું આયોજન કરવા સાથે ઘણી વખત પતિને અનૈતિક સંબંધ તોડવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ પરિણીતાનો પતિ તેની ભાભી સાથે અનૈતિક સંબંધ તોડવા માંગતો નહોતો. અને તેમના પરિવાર સાથે રહેવા માગતો હતો.