કિર્તેશ પટેલ સુરત : મધર્સ ડેના (Mothers Day) દિવસે સુરતના નાનપુરા (Nanpura surat) ખાતે આવેલા દયાળજી બાગ (Dayalji Baug) પાસેથી તાપી નદીમાંથી (Tapi River) એક મહિલા (Woman) અને તેના બાળકીની દુપટ્ટા વડે બાંધેલી હાલતમાં મૃતદેહ (Mother committed Suicide with Daughter in Tapi) તાપી નદીમાંથી મળી આવ્યો હતો. જોકે આ વિસ્તારની રહેવાસી હોવાની વિગતો સામે આવતા આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે આ મામલે યુવતીના પિતાએ સાસરિયા વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો (Abetment of Suicide) ગુનો કર્યો છે તો કરો સતત સાસરીવાળા તેમની દીકરીને તું શ્યામ છે મારા દીકરા સાથે શોભતી નથી કહી ને હેરાન પરેશાન કરવા સાથે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે
બનાવની વિગતો એવી છે કે 8 મે ના રોજ મધર્સ ડે દિવસે નાનપુરા ખાતે આવેલા દયાળજી બાગ નજીક તાપી નદીમાંથી એક મહિલાની તેના શરીર પર દુપટ્ટા વડે બાળકીની મા ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.આ ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ દોડી જઇ મૃતદેહને બહાર કાઢ્યો હતો અને આ મામલે કરનાર મહિલા કોણ છે તેની તપાસ શરૂ કરી હતી.
<br />જોકે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે 06-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોવાની અરજી ડિંડોલી પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી સાગર દૈવે અને દિપાલીના લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયા હતા. મૂળ મહારાષ્ટ્રના નાંદુરા જિલ્લાના બુલડાના વતની છે. દાંપત્ય જીવનમાં પણ સતત કંકાસ થતો રહેતો હતો.
પતિના પરિવારના સભ્યો સાથે દિપાલી ખુશ ન હોય તેવું જણાઈ આવતું હતું.દિપાલીના પિતાએ સાસરિયાના 4 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાવાળા મૃતક દિપાલીને કહેતા હતા કે, તું શ્યામ છે મારા દીકરા સાથે શોભતી નથી. જોકે મનાલીના પિતાની ફરીયાદના આધારે સુરત રાંદેર પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સાસરિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે