Home » photogallery » surat » સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

બીચ પર ભુત હોવાનું સોશિયલ મીડિયામાં જાણ્યું હતું : ભૂત સાથે ફોટા પાડવા ગયા હોવાનું કહેતા પોલીસ પણ ચોકી ઉઠી હતી 

  • 15

    સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    કિર્તેશ પટેલ, સુરત : ગૂગલ (Google) અને સોશિયલ મીડિયા (Social Media) પર ફરતા મેસેજના આધારે ડુમસ બીચ (Dumas Beach) પર ભૂત (Ghost) શોધવા નીકળેલા ચાર કોલેજિયન યુવકો (Youth) નવી કાર લઈ મોડીરાતે ડુમસ બીચ પર શૂટીંગ કરવા આવ્યા હતા. શનિવારે મધરાતે એક વાગ્યે પરત ઘરે જતા મગદલ્લા એસ.કે.નગર ચોકડી પાસે પેટ્રોલિંગમાં તૈનાત પોલીસકર્મીઓએ કારને અટકાવી ચારેયની પૂછપરછ કરી હતી. જેથી યુવક ડીસીબીના સાહેબ સાથે કામ કરૂ છું એવુ રટણ કરવા લાગ્યો હતો.જોકે પોલીસનો ભેટો થઇ ગઈ યેલ યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. આ યુવકોની વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    સુરતમાં કોરોનાવાયરસને લઈને રાત્રિ કર્ફયૂ લાદવામાં આવ્યો છે. ત્યારે ગતરોજ રાત્રે સુરતના ડુમસ બીચ પર ભૂત સાથે ફોટા પાડવાની લહાયમાં ચાર જેટલા કોલેજના યુવાનો નવી નકોર કાર લઈને ડુમસ બીચ પર પહોંચ્યા હતા અને ત્યાંથી પરત ફરતા પોલીસે તેમની ગાડી એસ.કે.નગર ચોકડી પાસે રજિસ્ટ્રેશન વગરની નવી નક્કોર કિયા સેલ્ટોસ કાર પસાર થતી હોય પોલીસે કારને અટકાવી હતી.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

     જોકે, પોલીસે આ યુવાનો ની પૂછપરછ કરતા આ યુવાનો પહેલાં તો પોલીસને ક્રાઇમ બ્રાન્ચ માં કામ કરતા હોવાનું કહેતા પોલીસે તેમની વધુ કડકાઇથી પૂછપરછ શરુ કરી હતી. જોકે ગાડીમાં સવાર  જીતેશ નકારામ ચૌધરી, રાકેશ હિરાલાલ પરિહાર, ખુશાલ મંગલારામ દેવાસી અને ધુવ અશોક પુરોહિત  અટકાયત કરી પોલીસ મથકે લઇ ગઈ હતી.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    જ્યાં યુવાનોએ પોલીસને જાણકારી આપી હતી કે ડુમસ બીચ પર ભૂત છે તેને શોધાવા અને તેની સાથે ફોટા પાડવા માટે આવ્યા હતા. જોકે આ વાત સાંભળીને પોલીસ પણ એક સમય માટે ચોકી ઉઠી હતી. જોકે પોલીસે આ તમામ યુવાનો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ તેની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : ડૂમસના બીચ પર ભૂત થાય છે? મધરાતે ઝડપાયેલા લબરમૂછિયાઓની વાત જાણી પોલીસ પણ ચોંકી ગઈ

    જોકે યુવાનો આ વાત ને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી આ વાત ચર્ચામાં છે જેને લઈને પોલીસે વધુ કાર્યવાહી પણ કરી છે. તમે ગૂગલમાં પણ સુરતના ડુમસ બીચની હોરર કહાણીઓ જોઈ શકો છો. લોકોએ જાત જાતના વીડિયો અને કન્ટેન્ટ આ વિષય પર મૂક્યું છે. જોકે, આ વાતે સુરતમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આશ્ચર્ય જગાવ્યું છે.   (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

    MORE
    GALLERIES