Home » photogallery » surat » Rainfall In Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિફર્યા, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

Rainfall In Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિફર્યા, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. માંગરોળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા વિફર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને સવાર સવારમાં જ નીચાણવાળા વિસ્તારોને પાણીથી જળબંબોળ કરી મૂક્યા હતા.

  • 14

    Rainfall In Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિફર્યા, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    દક્ષિણ ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે આજે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા હતા. જોકે સુરતના ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. માંગરોળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા વિફર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને સવાર સવારમાં જ નીચાણવાળા વિસ્તારોને પાણીથી જળબંબોળ કરી મૂક્યા હતા. મોસાલીથી કોસાડી જતા માર્ગ પરનો કોઝવે પાણીમાં ડૂબી ગયો હતો અને વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. જોકે કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 24

    Rainfall In Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિફર્યા, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    પવન સાથે વરસાદ હોવાથી માંગરોળનાં ભડકુવા ગામે કૃષિ જોડાણના 2 વીજપોલ ધરાશાયી થયા હતા. અહીં ઝાડ વીજતાર પર પડતાં પોલ ધરાશાયી થયા હતા. જોકે વીજ પ્રવાહ બંધ હોવાથી મોટી હોનારત ટળી ગઇ હતી. ત્યાં જ કામરેજમાં પણ રવિવારથી જ વરસાદી બેટિંગ યથાવત રહી છે. કામરેજ ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર ફરી એક વખત પાણી ભરાયું હતું અને હંમેશાની જેમ અહીંથી પસાર થતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

    MORE
    GALLERIES

  • 34

    Rainfall In Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિફર્યા, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    સુરત શહેરની વાત કરીએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી ઝાપટાના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. બારડોલી સહિત પલસાણા, કડોદરામાં પણ ધોધમા વરસાદ વરસ્યો હતો. સારા વરસાદથી ડાંગર અને શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. કારણ કે વાવણી બાદ અહીં સતત મેઘ વરસ્યા છે. એટલે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા છે.

    MORE
    GALLERIES

  • 44

    Rainfall In Surat: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વિફર્યા, ઉમરપાડામાં 24 કલાકમાં 9 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

    ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે માંડવીના આમલી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જળ સપાટી 114.80 મીટર પર પહોંચતાં આમલી ડેમના 6 દરવાજા ખોલી સાડા ચાર હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. જેના પરિણામે નીચાણવાળા વિસ્તારોના 20 જેટલા ગામોને એલર્ટ કરાયાં છે.

    MORE
    GALLERIES