Home » photogallery » surat » Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

Rainfall in Gujarat: આજે આખા ગુજરાતમાં મેઘરાજા (Gujarat Monsoon)એ રમઝટ બોલાવી છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા (Monsoon 2022)મન મૂકીને વરસ્યા છે.

  • 17

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    આજે આખા ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે આજે સાંજે અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. શહેરના વેજલપુર, પ્રહલાદનગર, બોપલ, નારણપુરા, આશ્રમ રોડ, એસ.જી હાઈવે, થલતેજ, નહેરુનગર, સેટેલાઇટ, વસ્ત્રાપુર, ઘાટલોડિયા, પાલડી, એલિસબ્રિજ, રિવરફ્રન્ટ, સરખેજ, સહિતના વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે અનેક જગ્યા પર ઝાડ ધરાશાયી થઈ ગયા હતા. અનેક જગ્યા પર વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. મુખ્ય રોડ પર ઝાડ પડી જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઉપરાંત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા પણ સર્જાઈ હતી.

    MORE
    GALLERIES

  • 27

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    દ્વારકાના વિંજલપરમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. જોકે વીજળી પડતા ભેંસોના મોત થયા હતા. વાડી વિસ્તારમાં વીજળી પડતા 3 ભેંસો મોતને ભેટી હતી. આ ઘટનાને પગલે ખેડૂત માટે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભેંસોના મૌતથી ખેડૂત પરિવારમા શોકનું મોજુ ફરીવળ્યું છે. વિંજલપર ગામે વીજ પડવાથી થયેલ ભેંસોના મોત મામલે અધિકારીઓને જાણ કરાઈ હતી.

    MORE
    GALLERIES

  • 37

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    જુનાગઢના માંગરોળ તેમજ ચોરવાડ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. અહીં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોરવાડ તેમજ આજુબાજુના વિસ્તારના ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો સાથે જ જુજારપર, કુકસવાડા, લાગોદ્રા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

    MORE
    GALLERIES

  • 47

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ આજે જમાવટ કરી કરી હતી. જેમા ઉમરપાડામાં વરસાદનું જોર વધ્યું હતું ત્યાં જ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યાં બપોર બાદ ધોધમાર વરસાદ શરુ થયો હતો. ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ધોધમાર વરસાદથી ઉમરપાડા તાલુકો પાણી-પાણી થઈ ગયો છે. જોકે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઇ હતી.

    MORE
    GALLERIES

  • 57

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન થતાં જ આહ્લાદક નજારો જોવા મળ્યો છે. જિલ્લાના વધઈ, આહવા સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ હતી.સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં થયેલા વરસાદથી રમણીય વાતવરણથી પ્રવાસીઓમા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 67

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    અરવલ્લીના માલપુર અને મેઘરજ તાલુકામાં મીની વાવાઝોડું આવ્યું હતું અને ધોધમાર વરસાદ વરસ્યો છે. રીંછવાડ, લીંબોદરા, અણીયોરમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રીંછવાડમાં ભારે પવનના વંટોળમાં છત ઝાડ પર લટકી ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાં જ આ દરમિયાન એક વ્યક્તિ અને એક પશુનું મોત થયું છે. અહીં વાવાઝોડા અને વરસાદના કારણે કાચા મકાનોમાં ભારે નુકસાન થયું છે. અણીયોર ગામ પાસે ઝાડ પડતા યુવકનું મોત નિપજ્યું હતું અને તાલુકામાં મીની વાવાઝોડાએ ભારે નુકશાન કર્યું છે.

    MORE
    GALLERIES

  • 77

    Gujarat Monsoon: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, વીજળી પડતા પાંચ પશુ અને એક વ્યક્તિનું મોત

    મોરબીની વાત કરીએ તો મોરબીના માળિયા મિયાણા પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં જુદી-જુદી સાત જગ્યાએ વિજળી પડી હતી. જેમા નવા ગામ, માળિયા, કાજરડા, ખાખરેચી, તરઘરી, પીપળીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

    MORE
    GALLERIES