કિર્તેશ પટેલ, સુરત : સુરત (Surat) શહેરના સૌથી પોઝ ગણાતા એવા વેસુ (Vesu) વિસ્તારમાં એક યુવતીનો ઘરમાંથી મૃતદેહ (Dead Body of Girl) મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. વેસુના સુમન આવાસમાં એકલી રહેતી 20 વર્ષીય યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હતી જેના કારણે આડોશી પાડોશીએએ પોલીસને (Police) જાણકારી આપી હતી. પોલીસે આવી અને ઘરનો દરવાજો ખોલી પ્રવેશ કર્યો ત્યારે આ યુવતી મૃત અવસ્થામાં મળી આવી હતી. યુવતીની હત્યા થઈ કે આત્મહત્યા આ અંગે શંકા-કુશંકાઓ જન્મી છે ત્યારે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.