સુરતઃ સુરતમાં વધુ એક કિશોરી સાથે દુષ્કર્મની (surat crime news) ઘટના સામે આવી છે. જોકે આ કિશોરી સાથે દુષ્કર્મ આચારનાર (minor girl rape) યુવકની માતા જ આ ગુનામાં મુખ્ય આરોપી બની છે. મહિલા કિશોરીને પોતાના ઘરે બોલાવી કિશોરીને પોતાના પુત્ર સાથે એક રૂમમાં પૂરીને પુત્ર દ્વારા કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે દુષ્કર્મ આચર્યા બાદ કિશોરીના પરિવારને મારી નાખવાની ધમકી આપતા કિશોરી આ મામલે પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવતા પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક અને તેની માતાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં સતત દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જોકે દુષ્કર્મની ઘટનામાં surat court ફાંસીની સજા આપી રહી છે તે વચ્ચે સમાજમાં એકલું આરોપીઓમાં બેસે પ્રકારના પ્રયાસો કોટ અને પોલીસ કરી રહી છે. ત્યારે તેની કોઈ અસર સુરતના જોવા મળતી નથી કારણ કે લોકોને કાયદાનો ડર રહ્યો નથી ત્યારે વધુ એક કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં રહેતી કિશોરીને તેના ઘર નજીક રહેતો યુવાન પરિચયમાં આવી હતી ત્યારે બાદ રાજ રવિ કહાર કિશોરી સાથે પ્રેમસંબંધ હતો.રાજ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો કે મારી સાથે લગ્ન નહીં કરે તો હું મરી જઈશ. 14મીએ બપોરના સમયે આરોપીની માતા વનિતા કહારે સુનીતાને ઈશારો કરી પોતાના ઘરે બોલાવી હતી. પછી પુત્ર સાથે કિશોરીને ઘરના રૂમ મોકલી દીધા હતા. ત્યાર બાદ દરવાજા પર પોતે પહેરો ભરતી હતી. રાજે જબરદસ્તી રૂમમાં કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
પરિવારને તમામ હકીકત જણાવતાં માતા-પુત્રએ કિશોરી અને તેના પરિવારને માછીવાડમાંથી માણસનો બોલાવી મારવાની ધમકીઓ આપી હતી તેવી જાણકારી પણ આપી હતી. જોકે આ સમગ્ર મામલે કિશોરીનાં પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી રાજ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.