Home » photogallery » surat » સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

વેપારધંધામાં કોરોનાના કારણે ગતિ મંદ પડતા અને રાત્રિ કર્ફ્યૂના કારણે હિજરતના દૃશ્યો

विज्ञापन

  • 15

    સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

    કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં (Surat) જેરીતે કોરોના મહામારી (Coronavirus) ફેલાઈ રહી છે અને તેના કારણે હોસ્પિટલમાં દર્દી માટે બેડ નથી આ ઉપરાંત સંક્રમિત દર્દીઓ સતત મરી રહ્યા છે. આવા સંજોગોમાં જો ગત વર્ષની જેમ લોકડાઉન થઈ જાય તો પોતે હેરાન થવાનો વારો આવે જેને લઈને પરપ્રાંતીયો સુરતથી પોતાના પરિવાર સાથે પોતાના વતન તરફ હિજરત શરૂ કરી છે. એક વર્ષ પહેલા કોરોના મહામારી વચ્ચે 90 દિવસનાં લોકડાઉનમાં પોતાની નોકરીઓ છૂટી જવા સાથે પોતાનાં સ્વજનોની ચિંતામાં શ્રમિકોએ વતનની (Migrant Worker) વાટ પકડી હતી તેમ જ આ વર્ષે ફરી તેઓ પરત ઘરે (Migration) જઈ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 25

    સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

    સુરતના છેવાડાના વિસ્તારોમાં કાપડ, ડાયમંડ, ઝરી, જેવા અનેક ઉદ્યોગોમાં કામ કરતા આ શ્રમિકોએ આજે પોતાના વતન જવાનું મુનાસીબ માન્યું છે. જોકે, આજે પ્રાપ્ત અહેવાલો મુજબ આશરે 20 દેટલી બસ ઝારખંડ, ઓરિસ્સા તરફ રવાના થઈ છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

    ઉલ્લેખનીય છે કે પ્રવાસી શ્રમિકો શહેરમાં સંક્રમણ અને લૉકડાઉનના કારણે ભયમાં છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નવસારીના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલ આ અંગે અનેકવાર કહી ચુક્યા છે છતાં શ્રમિકો સુધી આ વાત પહોંચી નથી અથવા તો તેમને હવે આ સ્થિતિમાં ડર સતાવી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

    ઉત્તરભારતીયો પણ પોતાના વતન તરફ સતત જઈ રહ્યા હોવાના અહેવાલ છે. એક યુવકે જણાવ્યું કે આ બસોમાં જુદા જુદા રાજ્યોના શ્રમિકો પોતાના રાજ્યો તરફ જઈ રહ્યા છે. આ સ્થિતિ વિકટ છે છતાં તેમને હવે રોજગારી કરતાં વધુ સંક્રમણમાં સારવાર ન મળવાનો ભય સતાવી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : સંક્રમણ અને Lockdownનો ડર! ફરીથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી

    જોકે, સુરતમાં પરપ્રાંતીયો સાથે લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ પણ રહે છે ત્યારે સૌરાષ્ટ્ર તરફ દિવસે જતી બસોમાં પણ સંખ્યા વધી છે. અહીંયા હીરા ઉદ્યોગમાં કામ કરતા કેટલાક રત્નકલાકારો પોતાના પરિવાર સાથે સંક્રમણની આ સ્થિતિમાં વતન તરફ ભણી છે. આ વખતે રોજગારી સાથે સંક્રમણની બીક મોટી છે. ત્યારે તંત્રનાં અથાક પ્રયાસો છતાં છાનાપગે પરપ્રાંતીયો વતન રવાના થઈ રહ્યા છે.

    MORE
    GALLERIES