કિર્તેશ પટેલ, સુરતઃ લગ્નેત્તર સંબંધોનો (extra marital affair) કેવું ભયાનક પરિણામ આવે છે એવો ચોંકાવનારો કિસ્સો સુરતમાં (surat crime news) પ્રકાશમાં આવ્યો છે. બે વર્ષથી મહિલાના પ્રેમમાં પડેલા (married man loved with girl) યુવકને મહિલા લગ્ન માટે દબાણ કરતી હતી અને પોતે પરિવાર નો હોવાને લઇને જો મહિલાને તરછોડે તો મહિલા બળાત્કારની ફરિયાદ (raped complaint) કરે તે બીકે યુવક મહિલાને બિહારથી (bihar news) સુરત લાવ્યા બાદ મહારાષ્ટ્રના (Maharashtra news) નંદુરબાર ખાતે લઇ જઇને તેની ગળું કાપી તેના શરીરના ટુકડા કરી હત્યા (Man killed girlfriend) કરી ફરાર થઈ ગયો હતો જોકે સુરત પોલીસે (surat police) બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સુરત નજીક આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે સીટી પોલીસ હનુમાન થોડા દિવસ પહેલા એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે આ મહિલાની ઓળખ કરવી મુશ્કેલ હતી કારણકે તેના શરીરના અંગો કાપી નાખ્યા બાદ તેના મોઢાની ચામડી પર કાઢી લેવામાં આવી હતી. ઓળખ મહિલાની ઓળખ ન થાય તે તમામ પ્રકારના પ્રયાસો આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા તેના ગુનો ઉકેલવા માટે તંત્ર પોલીસ સતત મહેનત કરી રહી હતી ત્યારે સુરત પોલીસે પાટીદારો દ્વારા બાતમી મળી હતી કે આ મહિલા બિહારની વતની છે.
સીતા સનદકુમાર ભગત તે વિનયકુમાર રામજનમ રાય ઉ.વ. 38 ધંધો - સંચા મશીનના કારખાનામાં નોકરી, રહે.કરંજ ગામ, પટેલ કોમ્પલેક્ષ બીજા માળે રૂમ નં - બી/ ૪, તા.માંડવી જી . સુરત. મુળ રહે.ગામ . ખમહોરી , પોસ્ટ.રાજાપુર , થાના જીબીનગર તરવાડા , જી.શિવાન. (બિહાર) નાને કરંજ ગામ. તા. માંડવી, જી. સુરત રહેતા છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. દશેક દિવસ પહેલા બિહારથી સુરત શહેર લઈ આવેલ ત્યાર બાદ સીતાનો અગાઉ પણ એક સાથે પ્રેમ સંબંધ હોય તેણે તેના અગાઉના પ્રેમી વિરુધ્ધમાં બળાત્કારનો ગુનો રજીસ્ટર કરાવેલ હોય તેણી મજકુર આરોપીને પણ લગ્ન નહીં કરે તો તેના વિરુધ્ધમાં પણ બળાત્કારની ફરિયાદ લખાવવાની ધમકી આપેલ હતી.
મજકુર આરોપીના લગ્ન થઈ ગયેલા હોવાથી તેને સંતાનમાં બે બાળકો હોય જેથી આરોપીએ સીતા ભગતની હત્યા કરવાનો પ્લાન બનાવી તેણીને સુરત સ્ટેશનથી ટ્રેન મારફતે નંદુરબાર પહેલા એક સ્ટોપ ઉપર ઉતરી જઈ ત્યાથી રેલ્વે પાટાને લગત રોડ ઉપર ચાલતા ચાલતા નંદુરબાર તરફ ગયો હતો. ત્યાં અવાવરૂ ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં લઈ જઈ ત્યાં બ્લેડ તેમજ બીજા હથિયાર વડે પહેલા ગળુ કાપી નાંખી ત્યાર બાદ તેના હાથ કાપી નાંખી તેનો ચહેરો ન ઓળખાત તે સારૂ બ્લેડ વડે ચહેરાની ચામડી કાઢી નાંખી હત્યા કરી હતી.