કિર્તેશ પટેલ, સુરતઃ સુરતના હાઈપ્રોફાઈલ (highprofile area) વિસ્તારમાં વિદેશથી બોલાવવામાં આવતી (foreign girls) યુવતીઓ દ્વારા મસાજ પાર્લરની આડમાં વેશ્યાવૃત્તિનો (Prostitution) ધંધો છેલ્લા લાંબા સમયથી સુરતમાં ચાલી રહ્યો છે. ત્યારે થાઇલેડની વિદેશી (thailand girls) યુવતી મસાજ પાલરની આડમાં વેશ્યાવૃત્તિનો ધંધો કરતા હોવાથી ફરિયાદ હ્યુમન ટ્રાફિકિંગ સેલને (Human trafficking cell) મળતા પોલીસે દરોડા પાડી આઠ યુવતી સાથે ચાર લોકોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.