સુરતમાં (Surat) છેલ્લા થોડા દિવસ થી મહિલાઓની છેડતીની (Eve Teasing of woman) સતત ઘટના સામે આવી રહી છે ત્યારે સુરત ના ચોક બજાર વિત્તરમાં એકપર્ણીત મહિલાના પ્રેમમાં પેડેલા યુવાને મહિલાને પામવા માટે પરિણીતા કરિયાણા સ્ટોર પર ઘરવખરીનો સામાન લેવા ગઈ તે સમયે યુવાને આ પરિણીત મહિલાને પકડી પડી તેને પોતાના મોબાઈલ માં રહેલ પોર્ન વિડીયો બતાવી પોતાની સાથે આવા માટે અને 'નહિ આવે તો તારા પતિને મારી નાખી તેવું કહેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ પોતાના પતિ સાથે મળી આ યુવકને ઝડપી અને તેને પોલીસને હવાલે કર્યો છે. (પ્રતિકાત્મક તસવીહર)
સુરતમાં સતત મહિલા સાથે છેડતીના બનાવો બની રહ્યા છે, તેવામાં ગતરોજ સુરતના ચોકબજાર ખાતે આવેલ સીંધિવાડ પાછળ જુમ્મા મસ્જિદની બિલ્ડીંગ પાસે રહેતી પરિણીતા તેના પતિ સાથે રહે છે. ઘરકામ કરીને પતિને મદદરૂપ થતી પરિણીતા તેના પતિ સાથે કરિયાણાની દુકાન પર ઘરનો સામાન ખરીદવા ગઈ હતી. ત્યારે ત્યાંજ રહેતો અને આ મહિલાના એક તરફી પ્રેમમાં પાગલ યુવાન આમ તો તેનો છેલ્લા ઘણા સમયથી પીછો કરતો હતો. પ્રતિકાત્મક તસવીર
જોકે મહિલા આ બાબતે બો ધ્યાન આપતી ન હતી પણ હદ ત્યારે થઈ ગઈ કે ગતરોજ પતિ સાથે સમાન લેવા ગઈ હતી ત્યારે આ ઈસમ ત્યાં આવીને મહિલાને પકડી લે છે અને પોતાના ફોનમાં રહેલ પોર્ન ફિલ્મ શરૂ કરી દઈ અને બતાવી પોતાની સાથે આવા માટે દબાણ કરવા લાગ્યો હતો, અને ન આવે તો પરિણીતા તથા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને જો તું કોઈને પણ કંઈ કહીશ તો હું તેને પણ મારી નાખીશ. (પ્રતિકાત્મક તસવીર)
જેથી પરિણીતાએ બૂમ પાડીને પતિને બોલાવ્યો હતો. પતિએ બહાર આવીને તાત્કાલિક સલમાનને પકડી લીધો હતો. બાદમાં પરિણીતાએ તેના પિતા અને પોલીસને જાણ કરી હતી. આ સાથે આજુબાજુમાંથી લોકો પણ ભેગા થઈ ગયા હતાં. બાદમાં સલમાનને લાલગેટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પરિણીતાએ ફરિયાદ નોંધાવતા હાલ લાલગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રતિકાત્મક તસવીર