કિર્તેશ પટેલ, સુરતઃ સુરત શહેરના (surat city) કાપોદ્રા સ્થિત ધરતી નગર નજીક તાપી નદીના (Tapi River) ઓવરા પાસે પ્રેમી પંખીડા (lover couple) દ્વારા ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જે ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના (Kapodra Police station) સ્થળે પોહચી હતી અને બંનેની લાશને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
<br />સ્થાનિક લોકોએ લાશ ને જોતા જ તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં બંને પ્રેમી પંખીડા હોય અને બંનેએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાનું પ્રથાનીક તરણ જાણવા મળ્યું હતું. જેને લઈને કાપોદ્રા પોલીસે આપસાપના લોકોના નિવેદન લઈને પોલીસ દ્વારા બંનેની લાશને પીએમ અર્થે મોકલી આપવામાં આવી હતી.