Home » photogallery » surat » સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

કામરેજના ડુંગરા ગામે ગ્લો ગ્રીન બાયોટેક પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટ લીક્વિડ ખાતર અને સી.એન.જી ગેસનું ઉત્પાદન કરી જમીન અને પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરશે.

  • 16

    સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

    કેતન પટેલ, બારડોલી : કામરેજના ડુંગરા ગામે ગ્લો ગ્રીન બાયોટેક પ્રોજેક્ટ તૈયાર થયો છે. આ પ્રોજેક્ટ લીક્વિડ ખાતર અને સી.એન.જી ગેસનું ઉત્પાદન કરી જમીન અને પર્યાવરણ બચાવવાનો પ્રયાસ કરશે. ખેડૂતો પ્લાન્ટની મુલાકાત લઇ લીક્વીડ ખાતરનો ઉપયોગ કરી મેળવી રહ્યા છે વધુ ઉત્પાદન . વાત કરીએ એક એવા પ્રોજેકટની જે પ્રોજેકટ ખેડૂતો અને પર્યાવરણ માટે આશિર્વાદરૂપ છે. ગ્લો ગ્રીન બાયોટેકએ કચરામાંથી સંપતિ પ્રોજેક્ટ (waste to wealth project) કામરેજના ડુંગરા ગામની સીમમાં કાર્યરત છે.આ પ્રોજેકટને સફળ બનાવવા બેથીત્રણ વરસનો સમય લાગ્યો છે.પ્રોજેક્ટના સી.ઈ.એ આ પ્રોજેકટને સફળ બનાવવા નિવૃત પ્રોફેસર સહીત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લીધી અને ટીમ વર્ક કરી આજે લીક્વીડ ખાતર,સી.એન.જી ગેસ સહિતનું ઉત્પાદન કરવામાં સફળ થયા છે.

    MORE
    GALLERIES

  • 26

    સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

    આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન અને ગોબરમાંથી કુદરતી સી.એન.સી ગેસ પ્રાપ્ત કરી પર્યાવરણ બચાવવાનો અનોખો પ્રયાસ કર્યો છે . ભારત પશુપાલનના કારણે પશુઓની વસ્તીથી સમૃદ્ધ છે. 120 કરોડ કરતા વધુ ગાયો,ભેસ,મરઘા વગેરે લગભગ 500 કિલોગ્રામ પ્રતિ દિવસ ખાતર ઉત્પાદન કરે છે. સામાન્ય રીતે કાચા ખાતર તરીકે આંશિક ઉપયોગ કર્યા બાદ કચરા તરીકે જાય છે.એનારોબીક ડાઈજેસન (પાચન)પ્રક્રિયા દ્વારા બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસ ઉત્પન કરીને સ્લરી ખાતર તેમજ સી.એન.જી ગેસ ઉત્પન કરી ખેડૂત અને પર્યાવરણને બચાવી શકાય એ દિશામાં ગ્લો ગ્રીન બાયોટેક કામ કરી રહ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

    છેલ્લા બે- અઢી વરસથી આ પ્રોજેક્ટમાં કામ કરતા સી.ઈ.ઓ જોહીરભાઈએ નિવૃત પ્રાફેસર અને વૈજ્ઞાનિક ડો.એસ.એ,ચન્નીવાલાની મદદ લીધી છે ડો.ચન્નીવાલાને સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ભટનાગર ફેલોશીપ આપવામાં આવી છે.માનવસેવા અને પર્યાવરણ સંતુલિત રહે એ માટે જયારે કોલેજમાં પ્રોફેસર અને ડીન હતા ત્યાં સુધી કામ કરતા રહ્યા હતા.આજે નિવૃત થયા બાદ પ્રવૃત રહી ખેડૂત અને પર્યાવરણની ચિંતા સાથે કામ કરી રહ્યા છે

    MORE
    GALLERIES

  • 46

    સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

    બાયોટેકના સી.ઈ.ઓ ઝોહિર ભાઈ આ પ્રોજેક્ટ શરુ કરવા માટે હીરાના ધંધા સાથે સંકળાયેલા શંભુભાઈ વઘાસીયાનો સંપર્ક કર્યો. પ્રોજેક્ટની માહિતી આપી અને ત્યારબાદ સંભુભાઈ વઘાસિયાની કામરેજના ડુંગરા ખાતે આવેલી દોઢ એકર જમીનમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરી. બે-અઢી વરસની મહેનત બાદ આજે આ પ્રોજેક્ટ દ્વારા લીક્વિડ ખાતર,સી.એન.જી ગેસનું ઉત્પાદન કરી રહ્યા છે.લીક્વિડ ખાતર જમીનને ફળદ્રુપ બનાવે છે અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન મળે છે. સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના ખેડૂતો એ તેમની જમીનમાં આ લીક્વિડ ખાતરનો ઉપયોગ કરી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે .

    MORE
    GALLERIES

  • 56

    સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

    ખાતર બનવવાની પ્રક્રિયા ગાણિતીક અને વૈજ્ઞાનિક ધોરણે કરવામાં આવે છે.પ્રવાહી સ્લરીને 25 થી વધુ અન્ય કાર્બનિક પ્રદાર્થ સાથે યોગ્ય પ્રમાણમાં ઉમેરવામાં આવે છે.અને આ મિશ્રણને વૈકલ્પિક એરોબિક અને એનોરોબીક સારવાર આપવામાં આવે છે.જેમાં એક અલગ ખાતર ઉત્પાદન ટાંકીમાં જુદાજુદા તબ્બ્ક્કાઓની રાસાયણિક પ્રક્રિયા થાય છે અને ટૂંક સમયમાં 30 દિવસમાં સ્લરી કમ્પોઝ અને સમૃદ્ધ બનાવવામાં આવે છે સાથે કોમ્પ્રેસ્ડ બાયોગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ગેસનું વેચાણ વીસ સીલીન્ડરના બે કાસ્કેડ દ્વારા કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 66

    સુરત : કામરેજના આ ગામમાં બન્યો છે લીક્વિડ ખાતર અને CNGનો પ્લાન્ટ, ખેડૂતોને થઈ રહ્યો છે લાભ

    ખાસ કરીને એક તરફ મોંઘા અને કેમીકલયુક્ત ખાતરોના કારણે જમીન બગડી રહી છે અને ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આ પ્રોજેક્ટમાં બનતું લીક્વિડ ખાતરથી જમીન ફળરૂપ અને સારું એવું ઉત્પાદન ખેડૂતો મેળવી રહ્યા છે. આ પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા ખર્ચી એક ટીમ વર્કના કારણે આ સફળ પ્રોજેક્ટ બન્યો છે જેમાં એક નિવૃત પ્રોફેસર જેમના નેજા હેઠળ એક નહી અનેક વિદ્યાર્થીઓ પી.એચ.ડી થયા છે.એવા વિદ્યાર્થીઓ પણ નિવૃત પ્રોફેસર ડો.સલીમ ચિન્નીવાલા કામ કરી રહ્યા છે.તેમનું સ્વપ્નું છે કે ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને પર્યાવરણની જાળવણી કરી શકાય એવા શુભ હેતુ સાથે આ ગ્લો ગ્રીન બાયોટેક પ્રોજેકટ સાથે જોડાયા હતા અને બે-અઢી વર્ષના હાર્ડવર્ક બાદ આજે આ પ્રોજેક્ટ થકી લીક્વિડ ખાતર,સી.એન.જી ગેસ બનાવી રહ્યા છે.

    MORE
    GALLERIES