કિર્તેશ પટેલ, સુરતઃ શહેરમાં વધી રહેલી ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ (surat police) દ્વારા ગુનામાં સંડોવાયેલા હોય અને પોલીસ નાસ્તા ફરતા હોય તેવા વ્યક્તિઓને પકડી પાડવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. ઓપરેશન કવિનીના નામે આરોપીઓને ઝડપી પાડી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ બાદ કાપોદ્રા પોલીસે (Kapodra police) 8.50 લાખના હીરાની ચોરી સાત મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી (Legal action) હાથ ધરી છે.
ઓપરેશન કવીન હેઠળ છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા ની કવાલી સુરત પોલીસે શરૂ કરી છે ત્યારે સુરતના કાપોદ્રા પોલીસે મૂળ પાટણ જિલ્લાના સાંતલપુરના અંજાર ગામનો વતની અને હાલ કતારગામ કુબેર નગર ખાતે રહેતો મહેશ ચૌધરી કે જે 2021ની સાલમાં કાપોદ્રા વિસ્તારમાં આજે કાલ હીરાના કારખાનામાં કામ કરતો હતો.
પણ આરોપી પોલીસ પકડથી બચાવવા માટે છેલ્લા સાત મહિનાથી નાસતો ફરતો હતો. જોકે પોલીસને બાતમી મળી હતી કે તેના ઘરે આવવાનો છે આ બાતમીના આધારે કાપોદ્રા પોલીસે વાત કરીને આવી મન્સૂરીની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતા તેણે હીરાની ચોરી કરતા હતા. કબુલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જોકે પકડાયેલા આરોપીએ જીરાની ચોરી કરીતી હીરા વેચી દીધા હોવાની કબૂલાત કરતાં પોલીસે હવે ચોરીના મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ શરૂ કરી છે.