વાવતીર્થની નિવાસી કુમારી રીશ્વીબેન શ્રીકેશભાઈ શેઠ ની દીક્ષા ‘સુરીરામચંદ્ર અને ‘સુરીશાંતિચંદ્ર’ સામ્રાજ્ય ના 18 આચાર્ય ભગવંતો, 1 ઉપાધ્યાય, 5 પંન્યાસ, 9 ગણિતવર્ય આદિ અને 1,0000 સાધુ-સાધ્વીની ઉપસ્થિતીમાં થશે. સમગ્ર સુરત શહેરમાં દસમાં ધોરણમાં બીજા ક્રમાંકે અને બારમાં ધોરણમાં સર્વપ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થવા છતાં આ કન્યાએ સંસારિક સર્વ પ્રલોભનો ત્યાગ કરી દીક્ષાના કાજે સ્વજન વર્ગને પોતાની નિષ્ઠાથી દ્રઢતાથી સમજાવ્યા છે અને પૂરી સમજદારીથી ધન યૌવન, રૂપ, ભૌતિક સફળતા, સંસારી જીવન, સ્વપ્નિલ અરમાનો, સ્વજન, સમાજ, દુનિયાદારીના સંબંધો આદિનો ત્યાગ કરી પ્રભુ વીર એ બતાવેલો આત્મકલ્યાણનો આકરો પંથ સ્વીકારવાનું નક્કી કર્યું છે.
શુક્રવારે 19મીમી ફેબ્રુઆરીએ રીશ્વી એમનાં વેસુ વિસ્તારમાં વર્ષીદાન દ્વારા “ધનત્યાગ” નું પ્રતીક જનજનના હૈયે પ્રતિષ્ઠિત કરશે શનિવારે તા. 20 મી ફેબ્રુઆરીના. રોજ પ્રવચનકાર આ. સોમસુંદર સુરીશ્વરજી મહારાજ, જીર્ણોદ્ધાર જ્યોતિધર મુક્તીપ્રભ સુરીશ્વરજી મહારાજ, પ્રવચન પ્રભાવક કીર્તિયશ સુરીશ્વરજી મહારાજ, પ્રસિદ્ધ પ્રવચનકાર શ્રેયાંસપ્રભ સુરીશ્વરજી મહારાજ અને આધ્યાત્મિક દેશનાદાતા યોગતિલક સુરીશ્વરજી મહારાજ આદિ 300 થ અધિકપુજ્યોના સાનિધ્યમાં આ દીક્ષા-પ્રદાન મહોત્સવ ઉજવાશે