હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : કોરોનાના કેસમાં 16મી જુલાઈના આંકડા મુજબ સમગ્ર ગુજરાતમાં અમદાવાદ 23780 દર્દીઓ સાથે નંબર વન છે, અત્યાર સુધી 1533 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે 18627 દર્દીઓને રજા આપી દેવાઈ છે. રાજ્ય માં બીજા નંબરે સુરત 8907 કેસ સાથે છે. જેમાં, 240 દર્દીઓનાં મૃત્યુ. થયા છે જ્યારે 5628 દર્દીઓ ને રજા આપી દેવાઈ છે. અમદાવાદ માં લૉકડાઉન દરમિયાન કોરોનાને નાથવામાં રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ ,સિનિયર આઈએએસ અધિકારીઓ ,અને આઈપીએસ અધિકારીઓની મહત્વની ભૂમિકા રહી છે. ત્યારે કરફ્યૂ અને લૉકડાઉનનો અમલ કરાવવામાં મહત્વની ભૂમિકા અદા કરનાર આઈપીએસ અધિકારી હરેશ દુધાત અને હેતલ પટેલ સુરતની જવાબદારી સોંપાઈ છે.