સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થાય તે માટે તંત્ર અથાગ પ્રયાસ કરી રહી છે. તેમ છતાં કોરોનાનો કહેર જાવા મળી રહયો છે. ખાસ કરીને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે દરમ્યાન બુધવારેબપોર સુધી સુરત શહેરમાં ૭૦ કેસ નોધાયા છે. આ સાથે શહેરમાં ૧૫,૪૯૪ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં પણ કેસો ઘટી રહ્ના છે. બપોર સુધીમાં ૨૦ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૪,૧૯૯ કેસો નોધાયા છે.
આ ઉપરાંત સુરત મહાનગર પાલિકા સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર, માસ્ક ન પહેરનારા અને સેનેટાઇઝરનો ઉપયોગ ન કરનારાઓને રોજેરોજ દંડ કરી રહી છે. અત્યાર સુધી પાલિકાએ લગભગ ૩૯ હજારથી વધુ લોકો પાસેથી ૧.૭૧કરોડથી વધુનો દંડ વસુલ કર્યો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.