કિર્તેષ પટેલ, સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં (surat news) ગઇકાલે એક મહિલાને તેના જ ઘરમાં ગળું કાપીને હત્યા (woman dead body) કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસે (police) તપાસ શરૂ કરતાં તેનો પતિ જ પોલીસના (husband) શંકાના દાયરામાં હોવાને લઈને તેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરતાં તે મોડી રાત્રે ભાંગી પડયો હતો અને પોતાની પત્નીની પોતે જ ધારદાર હથિયાર વડે હત્યા કર્યા બાદ એ હથિયાર અન્ય જગ્યાએ ફેંકી દીધા હોવાની કબુલાત કરી હતી. ત્રણ વર્ષથી નેપાળી યુવતી સાથે લિવ ઈનમાં (live in with nepali girl) રહેતા યુવકે પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગઈ કાલે એક મહિલાની હત્યા થતા પોલીસ દોડોતી થઈ ગઈ હતી.આ મામલે સુરત પોલીસ ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કાઠયો છે હત્યારો બીજું કોઈ નહિ પણ મૈત્રી કરાર સાથે પત્ની તરીકે કહેવાતાં પતિ એ જ ગળું કાપી હત્યા કરી હોવાનું બહાર આવ્યું કાપોદ્રા પોલીસે હત્યારા પતિ પ્રકાશની ધરપકડ કરી છે. હત્યારો મહિલાની ગળું કાપી હત્યા કરી દુકાને ભાગી ગયો હતો.
જ્યારે મહિલાની હત્યાની ઘટના બની ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તે દરમિયાન પોતાના ઘરની બહાર આ હત્યારો જોર જોરથી બુમો પાડી ને ખોટા આંસુ પાડતો હતો બનાવ ને પગલે પોલીસે તે સમયે નિવેદન લઈને તપાસ કરી હતી. પરંતુ શરૂઆત માં પોલીસ ને આ પતિ પર શંકા ગઈ હતી જેથી પોલીસે હત્યારા પતિની પૂછ પરછ હાથ ધરી હતી ત્યારે હત્યારો પતિને કંઈ જ ખબર ઓ હીવની ગોળ ગોળ વાતો કરીને પોલીસને ગેરમાર્ગે ડોસોતો હતો આખરે પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા આખરે ભાંગી પડ્યો હતો અને મહિલા હત્યા પોતે કરી હોવાની કબૂલાત કરી હતી.
સુરતમાં કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં એક મહિલાનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી જેમાં હત્યારા પતિ એ કહ્યું હતું કે અજાણ્યો શખ્સ મહિલા ના ઘરમાં ઘૂસી ગયો હતો. બાદમાંમહિલાની હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો.જોકે આ વાત પોલીસ ને ગળે ઉતરતી ન હતી પોલીસે તમામ જગ્યા તપાસ કરતા પોતાના ઘરે કોઈ આવ્યું ન હિવાનું માહિતી સામે આવી હતી બાદ હત્યારા પતિનો પોલીસે પ્રદાફશ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ઝોન 1 ડીસીપી સજ્જનસિંહ પરમારે જણાવ્યું કે આ મામલે હતું હત્યારો પતિ નીકળ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી લીવીંગ રિલેક્શન નેપાળી યુવતી રહેતી હતી. હત્યારા પતિને જમીનના 45 લાખ રૂપિયા આવતા નેપાળી યુવતી કહ્યું હતું હું તમારી સાથે રહું પણ જે પ્રોપટી લ્યો તે મારા નામે લેવાની બાદમાં એક મુંબઈ અને સુરતમાં મકાન લીધું હતું.જોકે બાદ માં બન્ને વચ્ચે અવાર નવાર વખત ઝગડો થતો હતો ત્યારે હત્યારા પતિ આવેશમાં આવીને પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.