mehali tailor:surat. સોનાના ભાવમાં ફરી એકવાર અચાનક ભારે તેજી આવી છે.સુરતના ઝવેરી બજારમાં આજરોજ સોનાના ભાવે ઐતિહાસિક સપાટી પાર કરી છે. સોનાની કિંમતની ધાતુ હંમેશા ઊંચી કિંમત રહે છે જોકે આ વખતે સોનાના ભાવે રૂપિયાની નવી ટોચે પહોંચ્યું છે. છેલ્લા મહિને સોનાના ભાવમાં થયેલ સતત ભાવવધારો જોવા મળ્યો છે. અને આજે ફરી એકવાર મોટો ભાવ વધારો જોવા મળ્યો.
છેલ્લા એક મહિનાથી સોનાના ભાવમાં હજાર રૂપિયા જેટલો ફેરફાર નોંધાયો હતો. જેમાં કેટલીક વાર વધારો તો કેટલીક વાર ઘટાડો જોવામળ્યો હતો. આ સોનાનો ભાવ જાહેર કરવામાં આવે છે ત્યારબાદ આ ભાવમાં ત્રણ ટકા જીએસટીનો ઉમેરો કરવામાં આવે છે અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘડામણની મજૂરી પણ ગણવામાં આવે છે. જ્વેલર્સ પ્રમાણે 22 કેરેટ સોનાના ભાવમાં ઘરેણાંની મજૂરીનો દરઅલગ અલગ હોય છે.જેથી ઘરેણાના ભાવમાં પણ દરેક જ્વેલર્સ પ્રમાણે અલગ અલગ જોવા મળે છે.