Home » photogallery » surat » સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

આરટીઓની તાકિદ છતાં અંદાજ પ્રમાણે સુરતમાં દસ લાખ જેટલા વાહનોમાં હજી સુધી નવી નંબર પ્લેટ લગાવવાની બાકી છે.

विज्ञापन

  • 15

    સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

    સુરત શહેરમાં આગામી પ્રથમ ફેબ્રુઆરીથી HSRP (હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ) ફરજીયાત કરવામાં આવશે. આ તારીખ બાદ જો કોઈ વાહન નંબર હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ વગરનું પકડાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ( કિર્તેશ પટેલ, સુરત)

    MORE
    GALLERIES

  • 25

    સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

    આ મામલે આરટીઓ (રિજીઓનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) તરફથી વાહન ચાલકોને વારંવાર નવી નંબર પ્લેટ લગાવવા માટે તાકિદ કરવામાં આવી હતી. આરટીઓની તાકિદ છતાં અંદાજ પ્રમાણે સુરતમાં દસ લાખ જેટલા વાહનોમાં હજી સુધી નવી નંબર પ્લેટ લગાવવાની બાકી છે.

    MORE
    GALLERIES

  • 35

    સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

    સુરત શહેરમાં આરટીઓ સહિત 62 જગ્યાએ હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ લગાવવાની કામગીરી ચાલી રહી છે. પહેલી ફેબ્રુઆરીથી વર્ષ 2012 પછીના વાહનોમાં HSRPનંબર પ્લેટ ફરજીયાત કરવામાં આવશે. જો નવી નંબર પ્લેટ નહીં હોય તો ટ્રાફિક પોલીસ તરફથી દંડ ફટકારવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 45

    સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

    આ માટે ટૂ વ્હીલરને રૂ.100, થ્રિ વ્હીલરને રૂ.200, ફોર વહીલરને રૂ. 300 અને મોટા વાહનોને રૂ. 500 દંડ કરવામાં આવશે. દંડની આ રકમ સ્થળ પર જ વસૂલ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 55

    સુરત : પહેલી ફેબ્રુઆરીથી HSRP નંબર પ્લેટ ફરજીયાત, નહીં તો થશે આટલો દંડ

    નોંધનીય છે કે હાઇ સિક્યોરિટી નંબર પ્લેટ માટે વિવિધ શહેરમાં સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ મામલે કોર્ટે પણ નવી નંબર પ્લેટ લગાવવા માટે અનેક મુદતો આપી છે. જોકે, વાહનોનો ધસારાને લઈને અનેક શહેરોમાં નવી નંબર પ્લેટ લગાવવાનું કામ પૂરું થઈ શક્યું નથી.

    MORE
    GALLERIES