સુરત: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા તડજોડના ગણિત, વિવિધ સમિકરણો, ટિકિટ મળવા માટે ક્યાંક ઉત્સાહ તો ક્યાંક રીસામણા-મનામણા બાદ હવે આખરે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ફોર્મ ભરવા માટે અંતિમ દિવસ છે. ત્યારે સુરતની મજુરા બેઠક પરથી ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં આશીર્વાદ લીધા હતા. આ સાથે તેમણે વડાપાંવની લિજ્જત પણ માણી હતી.
સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 15 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. (કુમાર કાનાણી પણ ફોર્મ ભરશે.)
નોંધનીય છે કે, ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.