કેતન પટેલુ, સુરત : રાજ્યમાં લોકડાઉન અમલ દરમિયાન પાનમસાલા ગુટખાના વેચાણ ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારે, ડાંગ જિલ્લા પોલીસે આવા પ્રતિબંધિત પાનમસાલા ગુટખા ની હેરાફેરી કરતા 2 આરોપીને ઝડપીલઇ રૂપિયા 18 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજ્યમાં લોકડાઉન ને લઈને પાનમસાલ ગુટખા અને સિગારેટ વેચવા અને ખરીદવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ત્યારે ડાંગ જિલ્લાના સિંગણા ચેક પોસ્ટ ઉપર ફરજ નિભાવતી પોલીસે આવશ્યક ચીજ વસ્તુ લઈને જતી ટ્રક રોકી તપાસ કરતા અંદરથી આ પ્રતિબંધિત પાનમસાલા અને ગુટખાનો જથ્થો મળી આવ્યો હતો, લોકડાઉન ના સમયમાં સરકારે આવશ્યક વસ્તુ ઓની હેરાફેરી માટે આપેલ છૂટછાટ નો ખોટો ઉપયોગ કરી કેટલાક લોકો આવી પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી કરતા હોય છે
પકડાયેલ ટ્રક નંબર MH41G 7200 જેના આગળના ભાગે ગ્લાસ ઉપર આવશ્યક ચીજ વસ્તુ ની હેરાફેરી માટેના વાહન ની પરવાનગી ધરાવતું કાગળ ચોંટાડેલુ હતું, પોલીસની પ્રાથમીક તપાસમાં આ આવશ્યક વસ્તુની હેરાફેરીની પરવાનગી વાળા વાહનના આધારે સલીમ ટ્રકના ચાલક ને લાલચ આપી સલીમ નામના અજાણ્યા ઇસમે નવસારીના વાંસદા અને ડાંગ ના વઘઇ વચ્ચે માલની હેરાફેરી કરી હતી જેને આ ટ્રકમાં રાખેલ બટાટા ના કોથળા વચ્ચે રાખી ડાંગ થઈ મહારાષ્ટ્ર લઈ જવાના હતા,
જોકે ડાંગ પોલીસે ચાલક અને ક્લીનર ની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે પંચ સમક્ષ ગણતરી કરતા ટ્રકમાં 43 કોથળામાં પાનમસાલા અને તમાકુ નો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 13 લાખ 96 હજાર જેટલી થાય છે સાથે 5 લાખ ની ટ્રક મળી, સુબિર પોલીસે પાનમસાલા અને ગુટખા ની આ ગેરકાયદેસર હેરાફેરીમાં કુલ 18 લાખ 96 હજાર જેટલો મુદ્દમાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.