Home » photogallery » surat » Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

વલસાડ જીલ્લાનાં તિથલના દરિયાકિનારે ભારે પવન વચ્ચે ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દરિયાકિનારે ઝડપી પવન ફૂંકાતા અને ઉંચા મોજા ઉછળતા માહોલ તોફાની બન્યો હતો. હવામાન વિભાગે પણ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી કરી છે.

 • 17

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  અરબી સમુદ્રમાં હળવું દબાણ ઉભું થતા દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે ત્યારે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જયારે રાજ્યના કેટલાક બંદરો પર સતર્કતાના ભાગ રૂપે એલર્ટ આપતા સિંગ્નલો લગાવવામાં આવ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના સૌથી મોટો દરિયાઈ વિસ્તાર ધરાવતા નવસારી જીલ્લાના દરિયામાં હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં કોઈ પણ પ્રકારના વાતાવરણમાં પલટાની આશા દેખાતી નથી. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ક્યારે પણ પલટો આવી શકે છે.

  MORE
  GALLERIES

 • 27

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  હવામાન વિભાગ અનુસાર, ગમે તે સમયે વાતાવરણમાં પલટો આવી શકે છે ત્યારે વહીવટી તંત્ર કોઈ પણ સ્થિતિને પોંહચી વળવા સજ્જ બની ચકયું છે ત્યારે જીલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે સાથે જ જીલ્લાની અંદાજિત 5000 થી વધુ માછીમારોની બોટોને દરિયો ન ખેડવાની સૂચના વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

  MORE
  GALLERIES

 • 37

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  વલસાડ જીલ્લાનાં તિથલના દરિયાકિનારે ભારે પવન વચ્ચે ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દરિયાકિનારે ઝડપી પવન ફૂંકાતા અને ઉંચા મોજા ઉછળતા માહોલ તોફાની બન્યો હતો. હવામાન વિભાગે પણ પાંચ દિવસ સુધી દરિયો તોફાની રહેવાની આગાહી કરી છે. જેના પગલે પડોશી સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા કલેકટર દ્વારા પણ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચન કર્યું છે. તોફાને ચડેલા દરિયાના પાણી કિનારો વટાવી ચોપાટી પર ફરી વળ્યા હતા. જોકે સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા સહેલાણીઓને દરીયા કિનારાનાથી દૂર રાખવામાં આવી રહ્યા છે.

  MORE
  GALLERIES

 • 47

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  વલસાડમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આગાહી વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાપીમાં વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થયા હતા. જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.

  MORE
  GALLERIES

 • 57

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી જ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી વરસાદ વરસ્યો હતો.

  MORE
  GALLERIES

 • 67

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  બીજી તરફ ભાવનગર શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. સવારથી થયેલા વાદળછાયા વાતાવરણ બાદ પવન સાથે વરસાદ શરુ થયો છે. વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત મળી હતી.

  MORE
  GALLERIES

 • 77

  Rainfall in Gujarat: ગુજરાતનો દરિયા કાંઠો તોફાની બન્યો, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

  પાડોશી સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અને લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે. લોકોને દરિયા કિનારાથી દૂર રાખવા તિથલના દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવાયો ગોઠવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારા વિસ્તારમાં આવો જ તોફાની માહોલ જોવા મળ્યો હતો. સહેલાણીઓને દરિયાથી દૂર રાખવા પોલીસ દ્વારા દરિયાકિનારે દોરડા બાંધી કોરડન કરવામાં આવ્યા હતા.

  MORE
  GALLERIES