કુંજલે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘મને અગાઉથી જ ખાવાનું બનાવવાનું અને લોકોને ખવડાવવાનો શોખ હતો અને હેલ્થ ઈશ્યૂના કારણે હૈદરાબાદથી નોકરી છોડીને સુરત આવી ગયો હતો અને અહીં રેસ્ટોરન્ટ બિઝનેસ સાથે સંકળાઇ ગયો હતો. આઈસ્ક્રીમ ભજીયા, આઈસ્ક્રીમ વડાપાંવ, આઇસ્ક્રીમ પાણીપુરી અને ઈલેક્ટ્રિક શોક આઈસ્ક્રીમ પાણીપુરી અમે ખવડાવીએ છીએ.’
આઇસ્ક્રીમ ભજીયા અને આઈસ્ક્રીમ પાણીપુરીની મજા માણનાર દીપીએ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી છથી વધુ ફ્લેવરની પાણીપુરી ખાધી છે, પરંતુ પ્રથમવાર આઈસ્ક્રીમ પાણીપુરી ખાઈને મજા આવી ગઈ છે. આઇસ્ક્રીમ પાણીપુરીમાં ઠંડો, ગરમ, ખાટો, મીઠો તમામ પ્રકારના સ્વાદ આવે છે. હું પાણીપુરીની શોખીન છું. પરંતુ આજ દિન સુધી આવી પાણીપુરી ખાધી નથી. એટલું જ નહીં, આઈસ્ક્રીમ વડાપાંવ પણ ખાવાની મજા આવી ગઈ છે. ક્યારેય વિચાર્યું નહોતુ કે આઈસ્ક્રીમના પણ ભજીયા બનશે!’