સુરત: રાજ્યભરમાં ચકચાર મચાવનાર સુરતની ગ્રીષ્મા વેકરીયા (Grishma Vekariya) હત્યાકાંડમાં આજે દીકરીના અંતિમ સંસ્કરાર (last ritual) થઇ રહ્યા છે. શહેરના કામરેજના પાસોદરા ખાતે 12 ફેબ્રુઆરીના રોજ એક તરફી પ્રેમમાં પાગલ યુવાન ફેનિલ પંકજ ગોયાણીએ (Fenil Pankaj Goyani) જાહેરમાં યુવતીનું ગળું કાપી ઘાતકી (Surat Crimne news) હત્યા કરી નાંખી હતી.
મૃતક દીકરી ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા ન હતા. આ સાથે ગઇકાલ સુધી માતાને પણ દીકરીની વિદાય અંગે કોઇ જાણ ન હતી. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળીને માતા અને પિતાને ઘણો જ આઘાત લાગ્યો છે. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યાં હતાં. પરિવાર અને આસપાસથી આવેલા તમામ લોકોમાં માતમ છવાઇ ગયો હતો. અંતિમ યાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઢવી દેવામાં આવ્યો છે. આ સાથે સોસાયટીને પણ કોર્ડન કરવામાં આવી હતી.
આજે સવારે 7 વાગ્યાની આસપાસ ગ્રીષ્માનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારે જ માતાને પણ જાણ કરવામાં આવી હતી. પહેલા માતાને કહેવામાં આવ્યુ હતુ કે, ગ્રીષ્માની સારવાર ચાલી રહી છે. જોકે, માતાપિતાને આ સમાચાર મળ્યા ત્યારે તો જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. હલા આખા પરિવારમાં રોષ અને ગમગીનીનો માહોલ છવાયો છે.
અંતિમ યાત્રાને કારણે સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. ગ્રીષ્માની અંતિમ સફર શરુ થતા મૃતદેહ પાસે માતા-પિતા અને પરિવારજનોનું દુખ સમાતું ન હતું તેમને ખબર પડતી ન હતી કે વ્હાલસોયીને કઇ રીતે અંતિમ વિદાય આપીએ. સમાજના લોકો પણ ચોધાર આંસુએ વિદાય આપી રહ્યા હતા ગ્રીષ્માની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પોલીસ બંદોબસ્ત સાથે અંતિમયાત્રા યોજાઈ હતી.