Grishma Vekaria Murder Case: સુરતના પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાનાં કેસમાં આખા શહેરમાં આરોપી ફેનિલ ગોયાણી (Fenil Goyani) વિરુદ્ધ ફિટકાર છે. ત્યારે સુરત પોલીસે (Surat Police)પણ આ કેસમાં ઝડપથી પીડિત પરિવારને ન્યાય મળે તે માટે માત્ર 7 દિવસમાં 2500 પન્નાની ચાર્જશીટ દાખલ કરી છે. ત્યારે કોર્ટમાં આજે કેસની સુનાવણી શરૂ થશે જેમાં 190 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. ગત રોજ હત્યારા ફેનીલને કઠોર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો પણ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલવાનો હોવાથી સુરત કોર્ટમાં આગળની સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ કેસની સંપૂર્ણ તપાસ SIT કરી રહી છે- સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસમાં સરકારના આદેશ બાદ SITની રચના કરવામાં આવી છે. રેન્જ IG દ્વારા તપાસ માટે સ્પેશિયલ SITની રચના કરવામાં આવી છે. SITમાં કુલ 10 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ડાંગ SPના સુપરવિઝન હેઠળ 1 મહિલા ASP અને 2 DySP તપાસ કરી રહ્યાં છે. 1 SP, 1 ASP, 2 DySP, 5 PI અને એક PSI દ્વારા ગ્રીષ્મા મર્ડર કેસની તપાસ હાથ ધરવામાં આવી છે. જેને પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. અને આ માટે 2500 પાંનાની ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. આ કેસમાં FSLની મદદ પણ લેવામાં આવી હતી. મહત્વનું છે કે, એક તરફી પ્રેમમાં પાગલ ફેનિલે ગ્રીષ્માનું જાહેરમાં તેની માતા અને ભાઈની નજર સામે જ ગળુકાપી હત્યા કરી નાંખી હતી.
હત્યા પહેલાં ક્યાં ક્યાં ગયો હતો ફેનિલ- ફેનિલે ગ્રિષ્માની હત્યા કરી તે પહેલાં તે કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રનાં કાફેમાં ગયો હતો તેમજ તે મિત્ર સાથે ફેનિલ અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો. આરોપી ફેનીલ ગોયાણી બનાવમાં દિવસે કયાં કયાં ફર્યો હતો અને કયાંથી તેણે છરી ખરીદી હતી તે અંગે પણ ખુલાસો કર્યો હતો.
પોલીસે કર્યુ હતું હત્યાનું રિકન્સ્ટ્રક્શન- સુરત જિલ્લાના પાસોદરા પાટીયા પાસે 21 વર્ષની યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીનું ઘટના ના દિવસે શુ આખી ઘટના બની હતી તેને લઈને આરોપી ફેનીલને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી. આ ટિમે ફેનિલને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં સુરત જિલ્લા DYSP બી કે વનાર અને તેમની આખી ટિમ દ્વારા એક પછી એક સ્થળ પર વિટીઝ કરવામાં આવી હતી અને તમામ ઘટનાનું પંચનામું કરવામાં આવ્યું હતું. સુરત પોલીસે 2500 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે બાદ હવે સુરત કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
કેવી રીતે કરી હતી ગ્રીષ્માની હત્યા-ગ્રીષ્માની જાહેરમાં ઘાતકી હત્યા કર્યા બાદ આરોપી ફેનીલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત ન થઇ ગયું ત્યાં સુધી તેની ઉપર જ ઊભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઠી ને ખાધો હતો બાદમાં પરિવાર પાછળ દોડ્યો હતો અને બીજી તરફ ફેનિલે હાથમાં ચપ્પુ માર્યું હતું બાદમાં પોલીસ આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી 19મી તારીખ સુધીના રીમાન્ડ મેળવ્યા હતા.