આપણે જે મીઠાઈની વાત કરી રહ્યા છે તે દૂરથી દેખાવમાં તો અન્ય મીઠાઈની જેમ જ લાગશે પરંતુ ફોટા પર દેખાતી આ મીઠાઈ સોનાની બનાવવામાં આવેલી છે. લોકો સોનુ પહેરે છે તેની બચત કરે છે પરંતુ કોઈ ખાતું હોય તેવું ક્યારેય જોવા મળ્યું નથી, જેથી પહેલી વાર જ આવું બન્યું હશે કે સોનાની મીઠાઈનો હાર કોઈ મીઠાઈ દુકાનદારે ગ્રાહકો માટે બનાની હોય.
આ મિઠાઈ હાર આજથી લોકોના વેચાણ માટે આ મુકવામાં આવ્યો છે. પરંતુ પહેલા દિવસેજ હારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દુકાનમાં હાર જોવા આવેલ પ્રિયાએ જણાવ્યું હતું કે, મને હાર ગમી ગયો છે, અને હું આ હાર ખરીદવા માટે મારા પપ્પા સાથે વાત કરીશ. પરંતુ આ મીઠાઇની દુકાનમાં આવનાર દરેક વ્યકિતની નજરમાં આ હાર વસી જાય છે. પુરા શહેરમાં સોનાની મિઠાઈનો હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ચંદી પડવાના દિવસે સુવર્ણ ઘારીએ આકર્ષણ જમાવ્યું હતું. સુરતીઓ અંદાજીત 30 કરોડની ઘારી સાથે ભુસુ આરોગતા હોય છે. જોકે કોરોના કારણે લઈને આ વખતે મીઠાઈનું વેચાણ ઓછું છે, પણ મહામારી વચ્ચે લોકોની ઇમ્યુનીટી વધારવા માટે ખાસ સુવર્ણ ઘારી તૈયાર કરવામાં આવી હતી અને આ મીઠાઈ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ સુવર્ણ ઘારીની કિંમત 9000 રૂપિયે કિલો હતી.