કિર્તેશ પટેલ, સુરત : સચિન જીઆઇડીસી સ્થિત કાનાણી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાંથી સોના-ચાંદીની ડસ્ટ ચોરી જવાની ઘટનામાં પોલીસે પાંચને ઝડપી લઇ ૧૯,૫૦ લાખની કિંમતની સોનાની ડસ્ટ કબજે કરી હતી.જ્વેલરી બનાવવાનું મોટા પાયે કામ કરતી સચિન જીઆઇડીસીની કાનાણી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં ગત વર્ષે ઓગસ્ટ માસથી બે કંપનીઓનું કામ કરવામાં આવ્યું હતું. સોના અને ચાંદીનાં દાગીના બનાવવા દરમ્યાન આશરે પચાસ કિલોની આસપાસ ડસ્ટ ભેગી પડી હતી.
આ પૂર્વ કર્મચારીએ સચીન તિલક રેસીડેન્સીમાં રહેતાં અને સોનાની ધૂળમાંથી ભઠ્ઠી ઉપર સોનું અલગ કરતાં અબ્દુલ સયેદ રબનો સંપર્ક કર્યો હોવાનું જણાવતાં સચીન જીઆઇડીસી પોલીસ ઇન્સપેક્ટર ડી.વી. બલદાણીયાએ અબ્દુલને ઉઠાવતાં જ ચોરીનું આખું રેકેટ બહાર આવ્યું હતું. અબ્દુલની સાથે તેના કારીગર સલીમ મોહમંદખાન, વિભા ઉખા ભડીયાદરા, વિભા વાસા ભરવાડ અને બલદાઉ આગમનપ્રસાદ મિશ્રાને ઝડપી લીધા હતા.
પોલીસે 19.50 લાખની કિંમતની ૪૩ કિલો ૩૧૫ ગ્રામ ડસ્ટ કબજે કરી હતી, બીજી આઠ કિલો ડસ્ટ ભોલા નામનો શખ્સ મુંબઇ લઇ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. પકડાયેલા આરોપીઓ એક ભાડાનું મકાન રાખીનેે સોનાની ડસ્ટ અલગ અલગ કરવાનું કામ કરતા હોવાની કબૂલાત પણ કરી હતી જેને લઈને આરોપી અગાવ આ પ્રકારના ગુનામાં સંડોવયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે